Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વોર્ડ નં.૮માં સૌરભ બંગ્લોઝ, પ્રદ્યુમન પાર્ક પાસે વૃક્ષારોપણ

રાજકોટ : શહેર ભાજપ દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ઘનિષ્ઠ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત વોર્ડ નં. ૮માં સૌરભ બંગ્લોઝ, પ્રદ્યુમન પાર્ક વિસ્તારોમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, વોર્ડના ભાજપના પ્રભારી નીતિન ભૂત, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગર, જયોતિબેન લાખાણી, રેખાબેન ઠુંમર, નીનાબેન વજીર, ભરત રામોલીયા, છગનભાઈ સખીયા, પૂર્વેશ ભટ્ટ, કાંતિલાલ ભૂત, અમિતભાઈ નસીત, મનસુખભાઈ પટેલ, અશોકભાઈ ચાંગેલા, ડિમ્પલભાઈ શાણી, નિલેશભાઈ ભટ્ટ, હસમુખભાઈ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૭)

(4:02 pm IST)