Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

છતીશગઢના મજુરના અકસ્માત મૃત્યુ કેસમાં વ્યાજ સહિત ૨૨ લાખનું વળતર

રાજકોટ તા.૧૭: છતીશગઢના મજુરનુ અકસ્માત કલેઇમ કેશમાં ટ્રીબ્યુનલે ૨૨,૧૯,૦૦૦-૦૦નું વળતર મંજુર કર્યુ હતું.

આ અકસ્માત અંગેની વિગત એવી છે કે, ગત તા.૨૭-૨-૧૫ના રોજ ઝારખંડના છતીશગઢના શ્યામ સુંદર બુનકર કે જે છતીશગઢ રાજયના કુસમી જીલ્લામાંથી મજુરી શોધવા ખંભાળીયાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ પાસે હાઇવે રોડ ક્રોસ કરતો હતો ત્યારે ભાડથર ગામના વિનોદ કંડોરીયા ટ્રક નં.જી.જે.૨૫ યુ.૫૬૭૮ના ચાલકે તેને હડફેટે લેતા તેનુ ઘટના સ્થળે મોત નીપજેલ અને ત્યારે બાદ આ મૃત્યુ બદલ વળતર મેળવવા માટે શ્યામ સુંદર બુનકરના સગાઓએ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કલેઇમ દાખલ કરેલ અને રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તે કલેઇમ ફાસ્ટ માત્ર બે જ વર્ષમાં ચાલી જતા અરજદારોના વકીલની ગુજરનારની આવક બાબતે દલીલ ધ્યાને રાખી કોર્ટે ગુજરનારની માસીક આવક ૭,૦૦૦-૦૦ તેમજ ૫૦ ટકા પ્રોસ્પેકટીવ આવક ધ્યાને રાખી કોર્ટે ૧૭,૩૭,૦૦૦-૦૦નુ વળતર મંજુર કરેલ.

આ કલેઇમ કેશમાં જજમેન્ટ માત્ર ૨ વર્ષમાં આવેલ અને વીમાકુ.એ જજમેન્ટ આવ્યા બાદ ૧૪ માસ પછી ચેક જમા કરાવેલ અને ઉપરોકત રકમમાં કુલ સાડા ત્રણ વર્ષનુ ૯ ટકા લેખે વ્યાજ એડ થતા ઉપરોકત ટ્રકની વીમાકાું. ધી ઓરીએન્ટલ ઇ.કુ.એ કુલ રૂ.૨૨,૧૯,૦૦૦-૦૦ બાવીશ લાખ ઓગણીશ હજાર જંગી વળતર વિધીસર જમા કરાવેલ હતું.

આ કલેઇમ કેશમાં ગુજરનાર શ્યામ સુંદર બુનકરના વારસદારો તરફે કલેઇમ ક્ષેત્રમાં રાજકોટના જાણીતા એડવોકેટ શ્યામ જે.ગોહિલ તથા કે.કે.વાઘેલા, રવિન્દ્રભાઇ ગોહેલ એડવોકેટો રોકાયેલ હતા.

(3:49 pm IST)