Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પ્રમુખ આર્કેડના કાચના વેપારી નરેન્દ્રભાઇ ગોગીયાને જાનથી મારી નાંખવાની ધમકી

ઓર્ડર મુજબનો માલ ન મળતાં હિતેષ આહિરે ગાળો દઇ દૂકાન બંધ કરાવી દેવાની પણ ધમકી આપીઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૭: માલવીયા ચોકમાં પ્રમુખ સ્વામી આર્કેડમાં દૂકાન નં. ૩૨માં કાચનો વેપાર કરતાં સિંધી લોહાણા વેપારીને આહિર શખ્સે કાચના ઓર્ડર બાબતે ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ અંગે એ-ડિવીઝનના પીએસઆઇ એસ. વી. સાખરાએ પંચવટી રોડ પર રહેતાં નરેન્દ્રભાઇ ઇશ્વરલાઇ ગોગીયા (ઉ.૪૮)ની ફરિયાદ પરથી હિતેષ આહિર સામે ગુનો નોંધ્યો છે. નરેન્દ્રભાઇના કહેવા મુજબ પોતાને માલવીયા ચોકમાં ગ્લાસવેરની દૂકાન છે. આ દૂકાને પાંચ છ દિવસ પહેલા હિતેષ આહિર આવેલ અને ૪૮ નંગ કાચનો ઓર્ડર આપ્યો હતો. પણ ગઇકાલે પોતાની પાસે ઓર્ડર મુજબનો પુરતો માલ ન હોઇ હિતેષે આવી ગાળાગાળી કરતાં ગાળો દેવાની ના પાડતાં જાનથી મારી નાંખવાની અને દૂકાન બંધ કરાવી દેવાની ધમકી આપી ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(12:27 pm IST)