Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આંબેડકર ભવન પાસે મહિલાનું એકટીવા સળગાવવાના ગુન્હામાં બે શખ્સો જેલ હવાલે

સાત દિવસ પહેલા શાંતાબેન સોંદરવાનું એકટીવા સળગાવ્યુ'તુઃ ભકિતનગર પોલીસે અશોક સિંઘવ અને સંજય ઉર્ફે શૈલેષ સિંઘવને કાયદાનું ભાન કરાવ્યુ

રાજકોટ તા.૨૪: કોઠારિયા મેઇન રોડ પર આંબેડકર ભવન પાસે સાત દિવસ પહેલા મહિલાનું એકટીવા સળગાવવાના ગુન્હામાં ભકિતનગર પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર ઘનશ્યામનગર-૩માં રહેતા શાંતાબેન ઉર્ફે જોશનાબેન વિનોદભાઇ સોંદરવાએ ભકિતનગર પોલીસ મથકમાં ગત તા.૧૮/૪ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ. કે, પોતાના પતિ વિનોદભાઇ સોંદરવાનું જીજે ૩ એચએસ ૭૭૩૬ નંબરનું એકટીવા જંગલેશ્વર મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા અશોક ગોવિંદસીંઘવ અને શૈલેષ ગોવિંદ સીંધવએ અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી આંબેડકરભવન પાસે કોઇજલદ પદાર્થ નાખી સળગાવી નાખ્યુ હતું. આ પ્રકરણમાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીની સૂચનાથી પીએસઆઇ ડી.એન.વાંજા, હેડકોન્સ. સુર્યકાંતભાઇ પરમાર, મહેન્દ્રસિંહ ડોડીયા અને રામદેવસિંહ, સહિતે જંગલેશ્વર મહાત્માગાંધી સોસાયટી શેરી નં.૧ના અશોક ગોવિંદભાઇ સીંઘવ (ઉ.વ.૪૦) અને સંજય ઉર્ફે શૈલેષ ગોવિંદભાઇ સીંઘવ (ઉ.વ.૩૩)ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પકડાયેલા બંને શખ્સો અગાઉ મારામારી, વિદેશીદારૂ વેંચવાના અનેક ગુનામાં સામેલ છે. અને અગાઉ પાસા તથા તડીપાર પણ થઇ ચૂકયા છે. આ અંગે પોલીસે બંનેને કોર્ટમાં રજુ કરતા બંનેને જેલમાં ધકેલી દેવાયા છે.

(4:50 pm IST)