Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

દેવપરા, રૈયા રોડ, હોસ્પીટલ ચોક વિસ્તારમાંથી ૨૬ રેંકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ હટાવાય

૩૦૬ કિલો શાકભાજી, ફળો, ઘાસચારો, લીલુ, ફુલ જપ્તઃ ૬૪ હજારનો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા. ૨૪ :. મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૨૬ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૩૦૬ કિલો  શાકભાજી-ફળો, ઘાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરી ૬૪ હજારના વહીવટી ચાર્જે  કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૨૬ રેંકડી-કેબીનો ગાંધીગ્રામ, દેવપરા, આહીર ચોક, અટીકા, રામાપીર ચોકડી, પુષ્કરધામ, મોટી ટાંકી ચોક, હોસ્પિટલ ચોક, માંડવી ચોક, છોટુનગર, રેસકોર્ષ, રૈયા રોડ, જયુબેલી વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, તેમજ ૦૨ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ હોસ્પિટલ ચોક પાસેથી જપ્ત કરવામાં આવી હતી, ૨૬૬ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, જંકશન રોડ, રામાપીર ચોકડી પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૪૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- ૬૩,૩૫૦/- વહીવટી ચાર્જ ગાંધીગ્રામ, રૈયા રોડ, ભકિતનગર, ગોંડલ રોડ, પુષ્કરધામ, જંકશન, મોરબી રોડ, યાજ્ઞિક રોડ, જામનગર રોડ, કોઠારીયા રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, આનંદ બંગલા, રેલનગર, જીલ્લા પંચાયત ચોક, રેસકોર્ષ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ૦૩ હોકર્સ ઝોન યુનિ. રોડ, આજીડેમ અને કોઠારિયા રોડ માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:49 pm IST)