Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ડાયરેકટ પમ્પીંગ-ભુતિયા નળ કનેકશન ૧પ૬ ઝડપાયાઃ ર.ર૧ લાખનો દંડ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા  મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન જોડાણ, ડાયરેકટ પમ્પીંગ, મોટર દ્વારા પાણી ખેંચતા મોટર જપ્તી, પાણીનો બગાડ વિગેરેની ચેકિંગ ઝુંબેશ ચલાવવા વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા રાજકોટ શહેરના ત્રણેય ઝોન ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં   ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ ઝુંબેશ દરમ્યાન ૧૪ દિવસમાં ં કુલ ૧૬ ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન પકડવામાં આવેલ હતા. ડાયરેકટ પમ્પીંગ કરતા ૧૪૦ કિસ્સા સામે આવેલ હતા. ૬૬ આસામીઓ સામે મોટર જપ્તી અને નોટીસ જેવા પગલાં લેવામાં આવેલ હતા. ત્રણેય ઝોનમાં દંડ પેટે કુલ રૂ. ૨,૨૧,૫૦૦/-ની રકમ વસુલ કરવામાં આવેલ હતી. જેમાં પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી અઢીસો અઢીસો રૂપિયા લેખે વસૂલ કરવામાં આવેલા કુલ રૂ. ૧૯,૫૦૦/-નો પણ સમાવેશ થાય છે.ઙ્ગ

ચેકિંગ દરમ્યાન સેન્ટ્રલ ઝોનમાંથી ૧૧ ભૂતિયા નળ કનેકશન જોડાણ, ૪૩ ડાયરેકટ પમ્પીંગના કિસ્સા પકડાયેલ હતા, અને ૧૪ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટીસ આપવામાં આવી હતી. તેમજ પાણી બગાડ માટે રૂ/- ૧૧,૦૦૦/- નો દંડ અને અન્ય દંડ પેટે  રૂ/- ૯૨,૦૦૦/- આમ, કુલ રૂ/- ૧,૦૩,૦૦૦/- નો દંડ વસુલવામાં આવેલ હતો.ઙ્ગ

જયારે વેસ્ટ ઝોનમાંથી ૦૨ ભૂતિયા નળ કનેકશન જોડાણ, ૬૨ ડાયરેકટ પમ્પીંગના કિસ્સા પકડાયેલ હતા અને ૨૭ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટીસ આપવામાં આવી હતી. તેમજ પાણી બગાડ માટે રૂ/- ૨,૦૦૦/- નો દંડ અને અન્ય રૂ/- ૬૪,૦૦૦/- દંડ આમ, કુલ રૂ/- ૬૬,૦૦૦/- નો દંડ વસુલવામાં આવેલ હતો.

તેમજ ઈસ્ટ ઝોનમાંથી ૦૩ ભૂતિયા નળ કનેકશન જોડાણ, ૩૫ ડાયરેકટ પમ્પીંગના કિસ્સા પકડાયેલ હતા અને ૨૫ આસામીઓ કે જેઓ ગેરકાયદેસર મોટરનો ઉપયોગ કરી રહ્યા હતા તે આસામીઓને નોટીસ આપવામાં આવી હતી. દરમ્યાન પાણી બગાડ માટે રૂ/- ૬,૫૦૦/- નો દંડ અને અન્ય રૂ/- ૪૬,૦૦૦/- દંડ આમ, કુલ રૂ/- ૫૨,૫૦૦/- નો દંડ વસુલવામાં આવેલ હતો.

(4:48 pm IST)