Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આજીડેમ નજીક રોડ ક્રોસ કરતી વખતે યુ.પીના રામલખનનુ વાહનની ઠોકરે મોત

રાજકોટ તા.૨૪: દૂધસાગર રોડના છેડે ગ્રીનલેન્ડ ચોકડી તરફ રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારતા યુપીના યુવાનનું મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ માજોઠીનગરમાં ભાડે રહેતા અને યુપીના વતની રામલખન બંગાળીભાઇ રાજભર (ઉ.વ.૩૬) છેલ્લા ઘણા સમયથી દૂધસાગર રોડ પર આવેલ એચ.જે. સ્ટીલ નામની ફેકટરીમાં કોન્ટ્રાકટ પર વેલ્ડર તરીકે નોકરી કરતા હોઇ, તેથી ગઇ કાલે ફેકટરીએથી નીકળી દૂધ સાગર રોડના છેડે ગ્રીનલેન્ડ ચોકડી તરફ ચાલીને જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતા કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારતા તેને ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.બી વાઘેલા તથા રાઇટર જેન્તીભાઇએ ફેકટરીના સુપરવાઇઝર કૌશિકભાઇ પરમારની ફરિયાદ પરથી અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(4:05 pm IST)