Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

વ્યાજખોરોની ધમકીથી કંટાળી જઇ વિવેકાનંદનગરના હિરેને ઝેર પીધું

ફોટોગ્રાફર કોળી યુવાને ધંધો શરૂ કરવા દસ ટકા વ્યાજે ૧ લાખ લીધા'તા

રાજકોટ તા. ૨૪: દેવપરા પાસે વિવેકાનંદનગર-૧૨માં રહેતાં હિરેન બાવનભાઇ સોલંકી (ઉ.૨૫) નામના ફોટોગ્રાફર કોળી યુવાને રાત્રીના નવેક વાગ્યે આહિર ચોક નજીક ઝેરી ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેણે પોતાને વ્યાજ માટે આહિર અને ભરવાડ શખ્સ ધમકાવતાં હોઇ ગભરાઇને આ પગલું ભર્યાનું કહ્યું હતું.

હિરેન એક બહેનથી મોટો અને કુંવારો છે. તે ફોટોગ્રાફીનું કામ કરે છે અને હાલમાં બીજાના સ્ટુડીયોમાં નોકરી કરે છે. તેના કહેવા મુજબ ઘરનો સ્ટુડીયો શરૂ કરવો હોઇ છએક મહિના પહેલા ભરવાડ તથા આહિર શખ્સ પાસેથી એકાદ લાખની રકમ દસ ટકા વ્યાજે લીધી હતી. પોતે હાલમાં વ્યાજ ભરી શકતો ન હોઇ આ શખ્સો ધમકાવતાં હોવાથી ગભરાઇને દવા પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(11:32 am IST)