Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ક્રાઇમ બ્રાન્ચે માલિયાસણ પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે યશ ઉર્ફે ભૂરાને પકડ્યો: કોન્સ. હરદેવસિંહ રાણાની સફળ બાતમી

રાજકોટ: તહેવાર પર નાના મોટા બુટલેગર બેફામ બન્યા છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ એક દરોડામાં દારૂનો જથ્થો પકડ્યો છે. કોન્સ. હરદેવસિંહ રાણાને મળેલી બાતમી પરથી માલિયાસણ પાસે વોચ રાખી એમ. એચ. 04ડીજે-0984 નંબરની હોન્ડાસિટી કારમાં રૂ.61200નો 180 બોટલ દારૂ ભરી નીકળેલા ભગતસિંહજી ગાર્ડન પાસે ક્વાર્ટરમાં રહેતા યશ ઉર્ફે ભૂરો અનિલભાઈ વડેરા ઉંમર 20ને પકડી લઈ કૂલ રૂ.1,62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

  પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ અતુલ એસ.સોનારા, સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા ,નિલેશભાઈ ડામોર, અજીતસિંહ પરમાર અને હરદેવસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.

(4:49 pm IST)