Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજકોટના હરિપરમાં હંસાબેન પર પડોશીઓનો હુમલોઃ તમારી દિકરીને કારણે અમારા ભત્રીજાની દિકરી પ્રેમલગ્ન કરીને જતી રહી...કહી માથાકુટ

રાજકોટઃ સરધાર તાબેના હરિપર ગામમાં રહેતાં હંસાબેન વશરામભાઇ ચાવડા (ઉ.વ.૫૫) નામના મહિલાને તેના જ ગામના ધુળા ભીખાભાઇ ચાવડા અને મુકેશ તેજાભાઇ ચાવડાએ ઝઘડો કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો છે.

હંસાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઘરે હતાં ત્યારે ધુળા અને મુકેશે આવી 'તમારી દિકરીને કારણે મારા ભત્રીજા મુકેશની દિકરીએ પ્રેમલગ્ન કરી લીધા અને જતી રહી છે' તેમ કહી લોખંડના પાઇપથી હુમલો કરી ડાબા હાથના પોચા પર ઇજા કરી તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. પીએસઆઇ આર. વી. કડછાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:06 pm IST)