Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજકોટનાં ન્યારી-1 ડેમ ઓવરફલો : 3 દરવાજા ખોલ્યા

રાજકોટ: શહેરની ભાગોળે કાલાવડ રોડ આવેલ ન્યારી-1 ડેમ ઓવરફલો થતા  3 દરવાજા ખોલવામાં આવ્યા છે.

ન્યુ રાજકોટનાં વિસ્તારોમાં પાણી પુરુ પાડતા ન્યારી-1ડેમનાં ઉપરવાસમાં વરસાદ વરસતા ગત રાતથી ડેમમાં પાણીની આવક શરુ થતા બપોરે 1 વાગ્યા આસપાસ કુલ સપાટી 25.09 ફુટ ડેમ ભરાય જતા એક-એક ફુટનાં  11પૈકી 3 દરવાજા  ખોલવામાં આવ્યા છે.

ન્યારી-1 ડેમના દરવાજા ખોલવામાં આવતા વાજળી , વડવાજળી , વીરડા વાજળી , હરિપરપાળ સહિત 12 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા

(2:43 pm IST)