Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ફરીથી ટોકન લેવા માટેની બિનજરૂરી પ્રોસેસ દૂર કરોઃ રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન

સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે લીધેલ ટોકનનો સમય પૂર્ણ થયા બાદ

રાજકોટ,તા.૧૧: સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે લીધેલ ટોકનનો ટાઈમ પુર્ણ થયા બાદ ફરીથી લેવા માટે કરવાની થતી બીનજરૂરી પ્રોસેસ દુર કરી કાર્યવાહી સરળ બનાવવા રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન દ્વારા નોંધણી નિરીક્ષકશ્રીને રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે સબરજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઈન ટાઈમ સ્લોટ સીલેકટ કરી દસ્તાવેજ નોંધણી કરવા માટે સમય નકકી કર્યા બાદ અનિવાર્ય કારણોસર અરજદાર દસ્તાવેજ નોંધણી કરવા માટે સમય નકકી કર્યા બાદ અનિવાર્ય કારણે ઓફિસ સમય પુર્ણ થવા છતાં દસ્તાવેજ નોંધણી કરવા માટે સબરજીસ્ટ્રાર સમક્ષ હાજર થઈ શકેલ ન હોય તો તેવા  ઉપયોગ થયા વગરના તમામ ટોકનોને દરરોજ સબરજીસ્ટ્રાર શ્રી જાતે રદ કરી ટાઈમ સ્લોટ અનલોક કરે અને ત્યારબાદ અરજદારો, વકીલો પીડીઈ નંબરનાં આધારે આગામી સમય માટે મળનાર ટોકન મેળવી શેક અને તે માટે હાલમાં જીલ્લા નોંધણી નીરીક્ષકશ્રીને ઈ-મેઈલ કરી.

ટાઈમ સ્લોટ અનલોક કરવાની જે કાર્ય પધ્ધતી છે તે દુર કરી કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર ફરી પીડીઈ નંબરનાં આધારે ફરી ટાઈમ સ્લોટ સીલેકટ કરી ફરી ટોકન લઈ શકે તેવી સરળ કાર્ય પધ્ધતિ અપનાવવા અને આ કાર્ય પધ્ધતિ મુજબ કાર્યવાહી કરવામાં આવે તો તેમાં ખોટું થવાની સંભાવના નથી અને અરજદારો તથા વકીલોનો કિંમતી સમય બચી શકે તેવુ અમારૂ માનવું છે. આથી આ બાબત ધ્યાને લઈ સત્વરે ઘટતુ કરવા રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખશ્રી સી.એચ. પટેલ અને મંત્રીશ્રી દિપક ડી.મહેતાની યાદીમાં જણાવાયું છે.

(2:35 pm IST)