Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આવતા મહિને રાજકોટના નવા અદ્યતન બસ સ્ટેશન ૯ માળની હોસ્પીટલનું લોકાર્પણઃ કોર્ટ સંકુલનું ખાતમુહુર્ત

૧૫૦ કરોડના ખર્ચે બની રહેલ બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ-મલ્ટીપ્લેકસ-હોટલ સહીતની સુવિધા : કલેકટરના અધ્યક્ષ પદે મીટીંગ યોજાઇઃ ૭ માળની કોર્ટ બીલ્ડીંગ બનશે

રાજકોટ, તા., ૧૧: રાજકોટમાં હવે કરોડોના ખર્ચે બની રહેલા પ્રોજેકટોની ખાતમુહુર્ત-લોકાર્પર્ણોની હારમાળા શરૂ થશે. ડીસેમ્બરમાં એક જ દિવસમાં ત્રણ મહત્વના પ્રોજેકટના લોકાર્પણ-ખાતમુહુર્ત યોજાઇ રહયા છે.

આ માટે આજે કલેકટરના અધ્યક્ષપદે એસટી ડીવીઝન, કોર્ટના અધિકારીઓ-સીવીલ હોસ્પીટલના અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી.

ઢેબર રોડ ઉપર ૧પ૦ કરોડના ખર્ચે બની રહેલા અદ્યતન એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ, સિવિલ હોસ્પીટલમાં બનેલી ૯ માળની નવી અદ્યતન સિવિલ હોસ્પીટલનું લોકાર્પણ તો ઘંટેશ્વર પાસે ૭ માળના અદ્યતન નવા કોર્ટ સંકુલ બીલ્ડીંગનું ખાતમુહુર્ત આવતા મહિને થશે.

૧૫૦ કરોડના ખર્ચે બની રહેલા નવા બસ સ્ટેશનને ગ્રાઉન્ડ ૪ માળનું પાા લાખ સ્કવેર ફુટમાં બનાવાયું છે. હાલ ત્યાં ફલોરીંગ, પીએપી, ઇલેકટ્રીક વર્ક, સીસીટીવી કેમેરા લગાવાઇ રહયા છે.

આ બસ સ્ટેશનમાં પ સ્ક્રીનનું ૯૦૦ની બેઠકવાળુ મલ્ટીપ્લેકસ, ૯૦૦-૧૦૦ની બેડવાળા બે ડોર મેટરી ઝોન, અદ્યતન  હોલ મોલ વિગેરે નિર્માણ પામ્યા છે. કુલ ર૦ પ્લેટફોર્મ અને ૧૦ બસ સ્ટેન્ડ બાય રહે તે પ્રકારની સુવિધા પણ ઉભી કરાઇ છે.

(3:27 pm IST)