Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રેલ અંડર બ્રિજના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ લાલઘુમઃ આંદોલનની ચીમકી

બ્રિજમાં સફાઇ,ગંદકી તથા બન્ને બાજુ સાઇન બોર્ડ મુકવા સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીની માંગ

રાજકોટ, તા. ૧ :  મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૩માં રેલનગર અન્ડરબ્રીજ અંદાજે ૩૦ કરોડના ખર્ચે રેલનગરના રહેવાસીઓની સુવિધા માટે ત્રણેક વર્ષથી લોકાર્પણ કર્યા બાદ આ બ્રીજની તકેદારીમાં તંત્ર વામણું પુરવાર થયું છે અને બ્રીજ અંગે વખતો ખવત લેખિત મૌખીક ફરીયાદ કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી અને દિલીપ આસવાણીએ કર્યો છે. દરમિયાન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે અતુલ રાજાણીએ જણાયું હતું કે આ બ્રીજમાં કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. જમીનમાંથી પાણી આવે છે. બ્રીજમાં ઉપરથી વરસાદી પાણી પડતુ હોવાથી સતત પાણીને પગલે સેવાળ જામી ગયેલ છે. રેલનગર અન્ડરબ્રીજએ સંપૂર્ણપણે ગોળાઇ ધરાવતો બ્રીજ છે. તેમ છતાં બ્રીજની બન્ને તરફ કોઇ સાઇન બોર્ડ કે ચેતવણી નથી.  વધુમાં શ્રી રામાણીએ જણાવેલ હતું કે રેલનગર બ્રીજની સફાઇ અને જે સમસ્યા છે તેનો કાયમી નિરાકરણ કરવા માટે કોર્પોરેશન જવાબદારી આપવા માંગ કરી છે. અને આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી છે.

(3:25 pm IST)