Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ટી-૨૦ મેચમાં એમ.એ.સી.પી.બાર એસો.ની ટીમનો વિજય

લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત

રાજકોટ, તા. ૧૧ :. લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તા. ૯-૧૧-૨૦૧૯ એમએસીપી બાર તથા ચેલેન્જર્સ ટીમ વચ્ચે રમાયેલ ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચમાં ટાઈ થતાં સુપર ઓવરમાં એમએસીપી બારનો ભવ્ય વિજય થયેલ છે. એમએસીપી બાર ટીમના ક્રિકેટરો પોતાના પ્રમુખ, બોડીના તમામ સભ્યો તથા સીનીયર-જૂનીયર સભ્યોના સાથ સહકાર બદલ આભાર વ્યકત કરેલ છે.

(3:23 pm IST)