Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ફોનમાં ગાળો દીધા બાદ રૂબરૂ બોલાવી દિનેશને જયદિપે છરી ઝીંકી

આરટીઓ પાછળ માલધારી સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૧૧: આરટીઓ પાછળ માલધારી સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક દિનેશ હરિભાઇ ડાભી (ઉ.૨૧)ને આ વિસ્તારના જ જયદિપ નામના શખ્સે હાથમાં છરી ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

દિનેશના કહેવા મુજબ તે ઘર નજીક હતો ત્યારે જયદિપે ફોન કરી ગાળો ભાંડતા તેને ગાળો દેવાની ના પાડતાં તેણે માલધારીમાં રૂબરૂ વાત કરવા આવવાનું કહેતાં પોતે ત્યાં જતાં છરીથી હુમલો કરાયો હતો. તે નશો કરી ગયો હોવાનું જણાયું હતું. તેમ દિનેશનું કહેવું હતું.

લક્ષ્મીનગરમાં હેતલબેન દાઝી

લક્ષ્મીનગર-૧માં રહેતી હેતલબેન હેમતભાઇ જારીયા (ઉ.૩૮) ગેસ પર ચા બનાવતી વખતે ચુંદડી સળગતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

પાર્થ ઝાલાએ એસિડ પીધું

જંકશન રોડ ગુરૂદ્વારા પાસે શાસ્ત્રીનગરમાં રહેતો અને કપડાની દૂકાનમાં કામ કરતો પાર્થ ચંદુભાઇ ઝાલા (મોચી) (ઉ.૨૨) રાતે જમીને આટો મારવા નીકળ્યા બાદ ઘર નજીક કોઇ કારણોસર એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે બે ભાઇમાં મોટો છે. બેભાન હોઇ પરિવારજનો કારણ જાણી શકયા નથી.

(12:59 pm IST)