Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

દેશી દારૂની દારૂની ડ્રાઇવઃ ૧૦ પકડાયા

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને એસીપીશ્રીઓના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ મથકના વિસ્તારોમાં દારૂની ડ્રાઇવ યોજવામાં આવી હતી. તેમજ આજે સવારે કુબલીયાપરામાં ડ્રાઇવ રાખવામાં આવી હતી.  જેમાં છોટુનગર ઝૂપડપટ્ટીમાંથી જલ્પા કિશન જખાણીયાને રૂ. ૧૪૦ના દારૂ સાથે પકડી લેવાઇ હતી. જ્યારે અન્ય દરોડાઓમાં ગાયકવાડી કિટીપરામાંથી દેવેન્દ્ર ધનબહાદુર નેપાળીને રૂ. ૪૦ના, ઘંટેશ્વર ૨૫ વારીયા પાસેથી કંચન સુનિલ વઢવાણીયાને રૂ. ૧૬૦ના, શનિવારી બજાર પાસે મચ્છી માર્કેટમાંથી જગદીશ રાજુ સાડમીયાને રૂ. ૧૦૦ના, લોધેશ્વર સોસાયટી ૨/૯ના ખુણેથી જયેશ બાબુભાઇ ઝરીયાને રૂ. ૨૪૦ના, રૈયાધારમાંથી વસંતબેન બાબુ વાજેલીયાને રૂ. ૧૦૦ના, મારૂતિનંદનનગરમાંથી ઇશ્વર બાલાજીભાઇ ચોૈધરીને રૂ. ૩૪૦ના દારૂ સાથે, કોઠારીયા ગામમાંથી દેવરાજ ઉર્ફ દેવો રાજુભાઇ સાડમીયાને રૂ. ૪૦ના, કોઠારીયાના અરવિંદ અભરામ દસાડીયાને રૂ. ૮૦ના, ઢેબર કોલોની પાસેથી કવિતા વિશાલ સોલંકીને રૂ. ૧૦૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં. જ્યારે રૈયાધારમાંથી રાજેશ ઉર્ફ રાજુ ગોવિંદ ચાણકીયાને હદપાર ભંગ સબબ પકડી લેવાયો હતો. તસ્વીરમાં ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા અને ટીમ તથા થોરાળા પી.આઇ. એસ. એન. ગડ્ડુ અને ટીમ કાર્યવાહી કરતી જોવા મળે છે.

(12:58 pm IST)