Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજકોટના બેડી યાર્ડમાં મગફળીની 28 હજાર બોરીની આવક

આવક ખોલતાની સાથે 3૦૦ વાહનમાં ૨૮ હજાર બોરી વેચાવા આવી

રાજકોટ બેડી યાર્ડમાં  કપાસની આવક ચાલુ કરાયા બાદ  મગફળીની ચાલુ કરાતા ૨૮ હજાર બોરી આસપાસની આવક રહી હતી.દિવાળીની લાંબી રજા બાદ મહા વાવાઝોડાનું સંકટ આવતા યાર્ડમાં આવક બંધ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર એપીએમસીના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે આવક ખોલતાની સાથે 3૦૦ વાહનમાં ૨૮ હજાર બોરી વેચાવા આવી હતી.

હરરાજીમાં મગફળીની ઝીણીના રૂ.૮૮૦ થી ૧૦૨૦ અને જાડાના વેચાણ રૂ.૮૪૦ થી ૮૯૦માં થયા હતા. કપાસ અને મગફળીની અત્યાર સુધી વરસાદના કારણે વાહનોમાં હરરાજી કરાતી હતી. હવે વાતાવરણ ચોખ્ખુ બનતા કપાસ ભારીમાં તેમજ મગફળી પાલ તેમજ ગુણી નીચે ઉતારાશે અને હરાજી થશે.

(7:52 pm IST)