Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પતિના પગલે-પગલે... પતિ જેલમાં જતાં પત્નિ રેખાએ તેનું ચિલઝડપનું કામ સંભાળ્યું!

પતિના મિત્ર વિપુલ સાથે મળી ૪૦ હજારનો ચેઇન ખેંચ્યો, ગાંધીગ્રામ પોલીસે કોળી મહિલા અને વિપુલને પકડયા

રાજકોટ તા.૨૦: પતિ ચીલઝડપ, ચોરી અને લુંટના ગુનામાં જેલમાં હોઇ, પત્નીએ પતિના મિત્ર સાથે મળી ચીલઝડપ કરતા ગાંધીગ્રામ પોલીસે બંનેને ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી ઝોન-૧ના રવીમોહન સૈની અને એસીપી એસ.આર.ટંડેલે ચોરી તેમજ  ચીલઝડપના આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ.વી.વી.ઓડેદરાના  માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.જાડેજા, હેડ કોન્સ રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, કિશોરભાઇ ધુધલ, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ કગથરા તથા દિનેશભાઇ વહાણીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. ગોપાલભાઇ,વનરાજભાઇ અને દિવ્યરાજસિંહને મળેલી બાતમીના આધારે ચીલઝડપના ગુનામાં નાસતા ફરતા ચૂનારાવાડ શેરી નં.૭ ડાભી હોટલની બાજુમાં ભાડે રહેતી રેખા લખન માલાણી (ઉ.વ.૩૦) અને આજીડેમ અનમોલ પાર્ક-૨ માં રહેતો વિપુલ ખોડાભાઇ કોળી (ઉ.વ.૨૬)ને પકડી લીધા હતા. અને બંને પાસેથી રૂ.૪૧ હજારનો સોનાનો ચેઇન કબ્જે કર્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરા રેખાનો પતિ લખન બચુભાઇ માલાણી અગાઉ ચીલઝડપ,લૂંટ, હત્યા સહિતના ગુનામાં પકડાઇ ચૂકયો છે જે હાલમાં જેલમાં છે અને વિપુલ કોળી તેનો મિત્ર છે બંનેએ તા.૧૨/૨ના રોજ વૈશાલીનગર-૬/૭ની બંધ શેરી પાસે એક વૃધ્ધાના ગળામાં ઝોટ મારી સોનાના ચેઇનની ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૭.૫)

(4:19 pm IST)