Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શુક્રવારે વરિયા વંશ પ્રજાપતિ સમાજનો ૯મો સમુહ લગ્નોત્સવઃ રકતદાન કેમ્પ

વરિયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા નવજીવન પાર્ટી પ્લોટ, જીવરાજ પાર્ક ખાતે આયોજનઃ આઠ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશેઃ રાજકીય અગ્રણીઓ- સંતો-મહંતો આશીર્વચન પાઠવશેઃ દીકરીઓને કરિયાવરમાં ૧૨૫થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટ તા.૨૦: રાજકોટ શહેરમાં છેલ્લા નવ વર્ષથી વરિયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજના નબળા પરિવારો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સોશ્યલ ગ્રુપ નવમા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે તા. રરને શુક્રવારના રોજ યોજાનાર છે.

આ સમૂહ લગ્નમાં આઠ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે જેમને આશીર્વચન પાઠવવા સંતો મહંતો તથા રાજકીય અગ્રણીઓ અને સમાજના મોભીઓ ખાસ ઉપસ્થિત રહેનાર છે.

રાજકોટમાં રહેતા વરિયા વંશ પ્રજાપતિ સમાજના યુવાનોએ નવ વર્ષ પૂર્વે નબળા પરિવારો માટે મદદરૂપ થવા માટે એક સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી હતી જે સોશ્યલ ગ્રુપ થકી સૌપ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે સમૂહ લગ્નમાં એક સાથે ૨૪ દિકરીઓએ ભાગ લેતા સોશ્યલ ગ્રુપને બહોળી સફળતા મળી હતી. ત્યારબાદ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજન દર વર્ષે કરવાનું નક્કી કરાયું હતંુ ત્યારે આજે સોશ્યલ ગ્રુપ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આગામી તા. ૨૨ને શુક્રવારના રોજ જીવરાજ પાર્ક પાસે રાજકોટ પબ્લિક સ્કૂલની સામે આવેલા નવજીવન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ નવમાં સમૂહ લગ્નમાં આઠ દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડનાર છે તે સમયે સમાજના અગ્રણીઓ તથા મોભીઓએ બંને હાથે દાનની સરવાણી વહેવડાવી હતી જેના કારણે દિકરીઓને કરિયાવરમાં ૧૨૫ થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવનાર છે.

આ દીકરીઓને આશીર્વચન પાઠવવા હળવદ નકલંક ધામથી મહંત શ્રી દલસુખ મહારાજ રાજકોટ સીતારામ આશ્રમ મહંત શ્રી ગાંડીયા બાપુ ખાસ ઉપસ્થિત રહેનાર છે સાથોસાથ સમાજના એક એક વ્યકિત પરિવાર સાથે ઉપસ્થિત રહી દીકરીઓને સાસરિયે વળાવશે.

આ સમૂહ લગ્નની સાથોસાથ લગ્નમાં છેલ્લા નવ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં પણ સમાજના યુવાઓ મુકત મને બ્લડ ડોનેશન કરી રહ્યા છે આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે તે માટે ચેરમેન પ્રકાશભાઇ લાઠીયા, દર્શનભાઇ સુરાણી, બાબુભાઇ લાઠીયા, મહેશભાઇ હરણેશા તથા તેમની ટીમ જય મા તુ આવી રહી છે આ સમગ્ર સમૂહ લગ્નમાં એનાઉન્સર તરીકે યુનિવર્સલ સ્કૂલના ડો. અરૂણભાઇ સુરાણી, કિરીટભાઇ સરધારા તથા ધર્મેશભાઇ હરણેશા તથા સુરેશભાઇ મારડીયા સેવા આપી રહ્યા છે.

સોશ્યલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નની સાથોસાથ છેલ્લાં આઠ વર્ષથી સમાજના તેજસ્વી છાત્રોને બિરદાવવા માટે વિદ્યાર્થી સન્માનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે સોશ્યલ ગ્રુપની શિક્ષણ સમિતિના ચેરમેન અરૂણભાઇ સુરાણી, ચિરાગભાઇ મોરીધરા, વિશાલભાઇ વીસપરા, કલ્પેશભાઇ સરધારા, હિતેશભાઇ લિંબાસીયા, મોૈલિકભાઇ સીતાપરા તથા તેમની ટીમ જહેમત ઉઠાવે છે.

આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સોશ્યલ ગ્રુપના પ્રમુખ જેન્તીભાઇ મોરીધરા (મો. ૯૩૭૪૬૮૬૩૭૫), મંત્રી પ્રવીણભાઇ સુરાણી, ઉપપ્રમુખ મગનભાઇ વિસપરા, શૈલેષભાઇ ટીંબલિયા, ખજાનચી મહેન્દ્રભાઇ વરિયા, સહમંત્રી અતુલભાઇ સુરાણી, ટ્રસ્ટીઓ રમેશભાઇ લાઠીયા, ચંદુભાઇ વીસપરા, અરવિંદભાઇ હરણેશા, જેન્તીભાઇ લાઠીયા, વિપુલભાઇ હરણેશા, પ્રફુલભાઇ મારડિયા, કમલેશભાઇ નળીયાપરા, મનસુખભાઇ લાઠીયા, હિરેનભાઇ મારડિયા, શૈલેષભાઇ જોટાણીયા, અશોકભાઇ વરમોરા તથા રસિકભાઇ રાખશિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટ વરિયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના અગ્રણીઓ ''અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને સમુહલગ્ન તથા રકતદાન કેમ્પના આયોજન અંગે માહિતી આપેલ.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૧.૨૧)

 

(4:15 pm IST)