Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પોરબંદરમાં ર૮ વર્ષે પૂ.ધીરગુરૂદેવનું પદાર્પણઃ કાલે પાર્શ્વનાથ જૈન ઉપાશ્રયનું ઉદ્દઘાટન

રાજકોટ તા. ર૦ : શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ગોંડલ સંપ્રદાયના શય્યાદાન-મહાદાનના પ્રણેતા જૈનમુનિ પૂ.શ્રી ધીરજમુનિ મ.સા. મુંબઇથી વિહાર કરી રાજકોટ, જામનગર, જશાપર થઇ આજે બુધવારે સવારે ૮ કલાકે સુદામા ચોક પધાર્યા બાદ સ્વાગત સામૈયું અને મોટા નાગરવાડામાં જૈન ઉપાશ્રયે જયોતીબેન મુકેશભાઇ પારેખની નવકારશી બાદ ૯ કલાકે ભકતામર અને ૯-૩૦ કલાકે પ્રવચન યોજાયેલ.

જયારે કાલે તા.ર૧ને ગુરૂવારે સવારે ૮ કલાકે ભોજેશ્વર પ્લોટમાં કલ્યાણ હોલ ખાતે સોનલબેન પારસભાઇ શાહ પ્રેરિત નવકારશી બાદ પૂ. શ્રી ધીરૂગુરૂદેવની અસીમ કૃપાથી અમેરીકા સ્થિત નિખીલ અને રાજેશ દફતરીના સહકારથી નુતની કરણ પામેલા પાર્શ્વનાથ જૈન ઉપાશ્રયનો ઉદ્દઘાટન વિધિ ૯-૧પ કલાકે થયા બાદ શોભાયાત્રામાં અને ૧૦ કલાકે કલ્યાણ હોલમાં ધર્મસભા રાખેલ છે.

તાજેતરમાં પૂ.ગુરૂદેવની પ્રેરણાથી આચાર્ય પૂ.જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે રાજકોટમાં ગોપાલચોક, ગીતગુર્જરી, રંગપર, વડાલ, બામણબોર, વડાલ, કાટકોલામાં ઉપાશ્રયના ઉદ્દઘાટન કરવામાં આવેલ.

પોરબંદરમાં ૧૯૮૮માં ચાતુર્માસનો લાભ આપનાર પૂ.ગુરૂદેવ ગુરૂવારે બપોરે વિહાર કરી શુક્રવારે ઉપલેટા પધાર્યા બાદ રાજકોટ થઇ મુંબઇ-ઘાટકોપર ચાતુર્માસ પધારશે. પોરબંદરના પ્રફુલભાઇ બખાઇને મુંબઇમાં ૪પ૦ ઉપવાસ પુર્ણ કરી આગળ વધી રહેલ છે. તેમ સંઘપ્રમુખ જીતેન્દ્ર શેઠની યાદીમાં જણાવાયુંછે.(૬.૧૩)

(4:14 pm IST)