Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

કરાટેની પરીક્ષામાં સુંદર દેખાવ

 ઇસ્ટિટયુટ ઓફ શોતોકાન કરાટે યુનાઇટેડ દ્વારા તાજેતરમાં રાજકોટ મોરબી હાઉસ પાસે આવેલ ઇન્ડિયન ડ્રેગન સ્કુલ ઓફ માર્શલ આર્ટસમાં યોજાયેલ કરાટે કલર બેલ્ટ એકઝામમાં ૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેન્સેય સોની, હર્ષિલ વૈઠા થર્ડ ડાન બ્લેક બેલ્ટ તથા એસોસીએશન ઓફ ઇન્ડીયા દ્વારા બી ગ્રેડ જજ અને રેફરીની પદવી પ્રાપ્ત કરતા શુભેચ્છા પાઠવાઇ હતી. ૨૩ વિદ્યાર્થીઓએ યલ્લો બેલ્ટ, ૪ વિદ્યાર્થીઓએ ઓરેન્જ બેલ્ટ, ૧ વિદ્યાર્થીનીએ ગ્રીન તથા ૧ વિદ્યાર્થીનીએ બ્લુ બેલ્ટ એકઝામ પાસ કરી સંસ્થાનું નામ રોશન કરેલ છે. (૧૬.૧)

(4:13 pm IST)