Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

બચત ખાતામાં પુરતુ ભંડોળ હોવા છતાં ચેકરિટર્ન કરતાં...

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા વિરૂધ્ધ જીલ્લા ગ્રાહક ફોરમ સમક્ષ ફરિયાદ

રાજકોટ તા.૨૦: બચત ખાતામાં પુરૂતુ ભંડોળ હોવા છતાં ચેક રીર્ટન કરતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિરૂધ્ધ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ થયેલ છે.

ફરીયાદની ટુંકમાં વિગત એવી છે કે આ કામનાં ફરીયાદી પ્રિતીબેન પરમાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટમાં બચત ખાતું ધરાવે છે અને તે ખાતામાં નિયમીતપણે નાણાંકીય વ્યવહારો કરે છે. અને આ કામના ફરીયાદીને પોતાનું બીજુ બચત ખાતું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ધરાવે છે. જેથી આ કામના ફરીયાદી પોતાના જ નામના એક બચત ખાતામાંથી બીજા બચત ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માંગતા હતા જેથી આ કામના ફરીયાદીએ પોતાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટવાળા બચત ખાતામાંથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા વાળા બચત ખાતામાં નાણાંકીય વ્યવહાર કરવા સારૂ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના બચત ખાતામાં પોતાના જ નામનો ચેક રકમ રૂ.૨,૦૦,૦૦૦ અંકે રૂપિયા બે લાખ પુરાનો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના પોતાના જ બચત ખાતામાં વટાવવા રજુ કરેલ.

આ કામના ફરીયાદીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના બચત ખાતામાં પુરતું ભંડોળ હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ,રાજકોટ દ્વારા અપુરતા ભંડોળ (ફંડ અનસફીસ્યન્ટ)ના શેરા સાથે પરત ફરેલ. જેથી આકામના ફરીયાદીની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા બચત ખાતામાંથી ચેક રીર્ટન સંબંધેનો ચાર્જ રૂ.૨૩૬ ઉધારવામાં આવેલ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા પણ આ કામના ફરીયાદીના ખાતામાંથી ચેક રીર્ટન સંબંધેનો ચાર્જ રૂ.૫૯૦ ઉધારવામાં આવેલ. તેમજ સદરહું ઉપરોકત વિગતે આ કામના ફરીયાદીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટને નોટીસ દ્વારા પણ જાણ કરેલ તેમ છતાં બેંક દ્વારા કોઇ હકારાત્મક વલણ કે નોટીસનો કોઇ જવાબ આપેલ ન હોય જેથી આ કામના ફરીયાદીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ઝોનલ ઓફિસ રાજકોટના ઝોનલ મેનેજર શ્રીને પણ નોટીસ પાઠવેલ તેમ છતાં ઝોનલ ઓસિ દ્વારા પણ કોઇ હકારાત્મક વલણ કે નોટીસનો કોઇ જવાબ આપેલ ન હોય જેથી આ કામના ફરીયાદીએ બેકીંગ લોકપાલ કાર્યાલય અમદાવાદને પણ સદરહું બાબતે પણ અરજી મોકલેલ પરંતુ તેમના તરફથી પણ કોઇ પગલા લેવામાં આવેલ ન હોય જેથી આ કામના ફરીયાદીએ સદરહું ઉપરોકત વિગતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની ભકિતનગર બ્રાંચ, રાજકોટના બ્રાંચ મેનેજર વિરૂધ્ધ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ છે.

આ કામના ફરીયાદી પ્રિતીબેન પરમાર વતી એડવોકેટ તરીકે ભાર્ગવ જે.પંડ્યા, અલ્પેશ.વી.પોકીયા, વંદના.એચ.રાજયગુરૂ, કેતન જે.સાવલીયા, અમિત વી.ગડારા, પરેશ .બી.મૃગ તથા રીતેશ.ડી.ટોપીયા રોકાયેલ છે.(૭.૨૫)

(4:12 pm IST)