Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રૂ.એક લાખનો ચેક પાછો ફરતા ઇમીટેશનના વેપારી સામે ફરિયાદ

રાજકોટ તા.૨૦: રૂપિયા એક લાખનો ચેક રિટર્ન થતાં ઇમીટેશનનો વેપાર કરતા વેપારીની વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થતા આરોપીને હાજર થવા હુકમ કરેલ છે.

રાજકોટમાં ગણેશનગર શેરી નં.૭ તિરૂપતીમાં રહેતા આનંદભાઇ ઘનશ્યામભાઇ સિંધવે, આરોપી-અશ્વિનભાઇ મનુભાઇ પાનસુરીયા કે જેઓ મોરબી રોડ ઉપર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ, રઘુવીર પાર્કમાં રહે છે અને આરોપીની માલીકી કબજા ભોગવટાની મિલ્કત રાજકોટના રે.સ.નં.૪૨ પૈકીની જમીન ઉપર આવેલ ''ન્યુ સદગુરૂ પાર્ક નં.૧'' ના કુલ બે પ્લોટો કુલ રૂ.૫,૦૦,૦૦૦ માં જમીન વેચાણનો કરાર તથા ચુકતે અવેજની પહોંચ અને કબ્જો સોંપ્યાનું લખાણ કરી આપેલ.

ત્યારબાદ આરોપી અશ્વિનભાઇ પાનસુરીયાએ સદરહુ બે પ્લોટ અન્ય લોકોને પણ વેચાણ કરી દીધેલ અને તેઓએ બાંધકામ કરી, ગેરકાયદેસરનો કબજો જમાવેલ જેથી ફરિયાદી સાથે થયેલ વ્યવહારના રૂ.૫,૦૦,૦૦૦ પરત આપવા અંગેનું નક્કી થયેલ અને તે મુજબ કાયદેસરની લેણી નીકળતી રકમ ચુકવવા માટે રૂ.૫,૦૦,૦૦૦ નો ચેક લખી આપેલ. જે ચેક રીટર્ન થતાં આ પહેલા કોર્ટમાં ફોજદારી કેસ સનેઃ ૨૦૧૫ માં દાખલ કરેલ.

આ કેસમા લેખિત સમાધાન કરી, જુદી જુદી રકમના હપ્તેથી ચુકવવાનું નક્કી થયેલ અને તે મુજબનું કોર્ટમાં સમાધાનમાં ચેક લખી આપેલ. શરૂઆતમાં સમાધાન મુજબ રકમ આરોપીએ ફરિયાદીને ચુકવી આપેલ. પરંતુ છેલ્લા હપ્તાનો ચેક રૂ.૧,૦૦,૦૦૦ નો ચેક રીટર્ન થયેલ. કાયદા તથા નિયમ મુજબ ડીમાન્ડ નોટીસ આપેલ. આમ છતાં પણ ચેક મુજબની રકમ ચુકવેલ નહી. જેથી છેવટે રાજકોટની ફોજદારી અદાલતમાં ચેક રીર્ટન થવા સબબની ફરિયાદ રૂ.૧,૦૦,૦૦૦ ચેક રીર્ટન થવા સબબ દાખલ કરેલ છે. જે ફરિયાદ જયુડી.મેજી.ગઢવીએ રજીસ્ટરે લેવાનો હુકમ કરી, આરોપી અશ્વિનભાઇ મનુભાઇ પાનસુરીયાને હાજર થવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન ગોંડલીયા, તથા નેહલ ડી.ત્રિવેદી રોકાયેલ છે.(૭.૨૫)

 

(4:12 pm IST)