Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રવિવારે સોરઠીયા રજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ

વિજયભાઈ રૂપાણી, શંકરસિંહ વાઘેલા સહિતના ઉપસ્થિત રહેશેઃ વિજયભાઈ ચૌહાણ-જીતુભાઈ જાદવની આગેવાનીમાં તડામાર તૈયારી

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ સોરઠીયા રજપૂત સમાજ દ્વારા આયોજીત સમૂહલગ્નની વિગતો આયોજકોએ વર્ણવી હતી (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૦ :. શ્રી સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન આયોજીત શ્રી સોરઠીયા રજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તા. ૨૪-૨-૧૯ને રવિવારે સવારે ૭ થી બપોરનાં ૩.૩૦ વાગ્યા સુધી ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે શ્રી સોરઠીયા રજપૂત સમાજના નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ-૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગતો 'અકિલા' કાર્યાલય ખાતે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ આયોજકોએ વિગતો વર્ણવી હતી.

આ તકે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સમક્ષ સૌરાષ્ટ્ર રજપૂત સમાજના પ્રમુખ શ્રી વિજયભાઈ ચૌહાણ, રજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીતુભાઈ જાદવ સહિત આયોજકોએ જણાવ્યુ હતું કે, પ્રાતઃ સ્મરણીય પૂ. દેશળ ભગત, વિરલ વિભૂતિ પૂ. સંપૂર્ણાનંદજીબાપુ તથા મહામુકતરાજ સંત પૂ. દેવુભગતના આશિષ અને પ્રેરણાથી તેમજ વિવિધ દાતાશ્રી અને સમાજ અગ્રણીશ્રીઓની તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન આયોજીત શ્રી સોરઠીયા રજપૂત સમાજ લગ્નોત્સવ-૨૦૧૯ આગામી તા. ૨૪ને રવિવારે સવારે ૮.૩૦થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધી ચૌધરી હાઈસ્કૂલ મેદાન રાજકોટ ખાતે યોજાશે.

આ સમૂહ લગ્નોત્સવ-૨૦૧૯માં કુલ ૧૨ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

નવદંપતિને આશિર્વાદ પાઠવવા  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અધિક સચિવ કે.જી. વણઝારા, અધિક સચિવ કિશોરભાઈ મોઢા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગીતાબા જાડેજા ધારાસભ્ય-ગોંડલ, જયરાજસિંહ જાડેજા-પૂર્વ ધારાસભ્ય-ગોંડલ, બીનાબેન આચાર્ય - મેયરશ્રી રાજકોટ મહાનગરપાલિકા, મનભા મોરી-મેયરશ્રી ભાવનગર મહાનગરપાલિકા, કમલેશ મીરાણી-શહેર ભાજપા પ્રમુખ, કિશોરભાઈ રાઠોડ-શહેર ભાજપ મહામંત્રી, શ્રીમતિ અંજલીબેન રૂપાણી ભાજપા મહિલા મોરચા અગ્રણી, કાશ્મીરાબેન નથવાણી - ભાજપા મહિલા મોરચા અગ્રણી, નીતિનભાઈ ભારદ્વાજ-જીલ્લા પ્રભારી સુરેન્દ્રનગર, કશ્યપ શુકલ-કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા તથા વિવિધ સમાજ અગ્રણી મહેશભાઈ રાજપૂત, માવજીભાઈ ડોડીયા, યુસુફભાઈ જુણેજા ઉપસ્થિત રહેશે.

આ સમૂહલગ્નમાં કલર ટીવી, ફ્રીઝ, સોના-ચાંદીના દાગીના સહિત ૧૦૦થી વધુ ગૃહપયોગી વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યુ હતું.

કાર્યક્રમના ઉદ્ઘોષક કિશોરભાઈ ડોડીયા, આર.જે. શિતલ ચૌહાણ, લગ્નગીત દિપાબેન ચાવડા રજુ કરશે.

સફળ બનાવવા વિજયભાઈ ચૌહાણ - પ્રમુખ શ્રી સંપુર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન-રાજકોટ, જીતુભાઈ જાદવ - પ્રમુખ સોરઠીયા રજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ રાજકોટ મો. ૯૭૨૩૭ ૨૩૭૪૬ની આગેવાનીમાં સમૂહલગ્ન સમિતિનાં હકાભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ ડોડીયા, સંજયભાઈ ગોહિલ, લાલજીભાઈ ગોહિલ, ગિરીશભાઈ ચૌહાણ, કાર્તિકભાઈ ચૌહાણ, વિપુલભાઈ ચૌહાણ, મુકુંદભાઈ રાઠોડ, દેવાંગભાઈ ડોડીયા, મિલાપ રાઠોડ, આદિત્ય રાઠોડ, મુકેશભાઈ ચૌહાણ, હસમુખભાઈ મકવાણા, નિરજભાઈ ભટ્ટી, જગદિશભાઈ દલ, આકાશભાઈ ચૌહાણ, નિખિલભાઈ ડોડીયા, મુકેશભાઈ વાઘેલા, હાર્દિકભાઈ ચૌહાણ, મનોજભાઈ ચુડાસમા, પ્રદીપભાઈ કેશોર, ભાવેશભાઈ પરમાર, વિજયભાઈ ચૌહાણ (એચડીએફસી), કાંતિભાઈ ઝાલા, મિલનભાઈ રાઠોડ, અરવિંદભાઈ ચૌહાણ, વિમલભાઈ હાડા, દિપકભાઈ પરમાર, મેહુલભાઈ ગોહેલ, રૂષભભાઈ હાડા, જ્યોત્સનાબેન ચૌહાણ, કલ્પાબેન ચૌહાણ, પદ્માબેન ડોડીયા, સ્વાતીબેન રાઠોડ, ઈલાબેન ખેર, નયનાબેન રાઠોડ, રંજનબેન વાઘેલા, કમળાબેન ભટ્ટી, જ્યોતીબેન ચાવડા, હિનાબેન ગોહેલ, જ્યોતીબેન સરવૈયા, બિનાબેન ડોડીયા.

સલાહકાર ટીમના અશોકભાઈ કેશોર, અશોકભાઈ ખેર, અશોકભાઈ રાઠોડ, પ્રવીણભાઈ ચૌહાણ, હરનેશભાઈ સોલંકી તથા લીગલ પેનલના રાજેશભાઈ દલ (એડવોકેટ), શ્યામલભાઈ રાઠોડ (એડવોકેટ), મુકેશભાઈ ચૌહાણ (એડવોકેટ), જીજ્ઞેશભાઈ પઢીયાર (એડવોકેટ), પ્રતાપભાઈ ચૌહાણ (એડવોકેટ), મનિષભાઈ ચૌહાણ (એડવોકેટ), ચંદ્રકાંતભાઈ ચૌહાણ (એડવોકટ), કલ્પેશભાઈ વાઘેલા (એડવોકેટ), રેખાબેન તુવેર (એડવોકેટ), અંજુબેન ચૌહાણ (એડવોકેટ) જહેમત ઉઠાવે છે.

અકિલા કાર્યાલયે સો.ર. સમાજ પ્રમુખ વિજયભાઈ ચૌહાણ, સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ જીતુભાઈ જાદવ, મુકુંદભાઈ રાઠોડ, મેહુલભાઈ ગોહેલ, અજયભાઈ પરમાર, આકાશ ચૌહાણ, હરનેશ સોલંકી, રાજેશભાઈ દલ (એડવોકેટ), પ્રતાપભાઈ ચૌહાણ (એડવોકેટ), પદ્માબેન ડોડીયા, ઈલાબેન ખેર, સ્વાતિબેન રાઠોડ, નયનાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.(૨-૧૯)

નવદંપતિને ૧૨ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે

રાજકોટ, તા. ૨૦ :. શ્રી સોરઠીયા રજપૂત સમાજના નિઃશુલ્ક સમૂહલગ્ન લગ્નોત્સવ-૨૦૧૯માં નવદંપતિને ૧૨ પ્રતિજ્ઞા લેવડાવશે (૧) અમો રોડ ઉપર કચરો ફેંકીશું નહિ. સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપીશું. (૨) અમો પાન-માવા ફાકી કે કોઈ જાતનું વ્યસન નહિ રાખીએ. (૩) અમો રૂપિયાની નોટ અને જાહેર દિવાલ ઉપર લખીશું નહિ. (૪) અમો પાણી અને વિજળીની બચત કરીશું. (૫) અમો વર્ષમાં એક વૃક્ષ જરૂર વાવીશું. (૬) અમો કોઈ પણ ધર્મ વિશે કાંઈપણ કોમેન્ટ કરીશું નહિ. (૭) અમો ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. (૮) અમો માતા-પિતા વડીલો માટે આદર કરીશું. (૯) અમો અન્નનો બગાડ નહિ કરીએ. (૧૦) અમો ચાલુ વાહને મોબાઈલ પર વાત નહીં કરીએ. (૧૧) અમો નદીમાં કચરો નહિં ફેંકીએ તથા (૧૨) અમો સમાજ ઉપયોગી થવાનો પ્રયાસ કરીશું.(૨-૧૮)

 

(4:11 pm IST)