Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ફાયનાન્સરને આપેલ ચેક પાછો ફરતા આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા.૨૦: રાજકોટના નાનામહુવા રોડ પાસે રહેતા 'નીત્યશ્રી એન્ટરપ્રાઇઝ'ના નામથી ફાઇનાન્સનું કામકાજ કરતા અલ્પેશભાઇ રમેશભાઇ ચૌહાણએ રાજકોટના ન્યુ જાગનાથ વિસ્તારમાં રહેતા જયદીપ અશોકભાઇ કારીયા વિરૂદ્ધ રૂ. ૬૭૦૦૦૦/-(છ લાખ સીતેર હજારપુરા) ના ચેક રીર્ટનની ફરિયાદ રાજકોટ કોર્ટમાં નોંધાવેલ છે જે ફરિયાદ અનુસંધાને એડી.ચીફ. મેજી. શ્રી રાજપુતે આરોપી જયદિપ અશોકભાઇ કારીયાને કોર્ટમા હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કેસની ટૂંક હકીકત એવી છે કે ફરિયાદી અલ્પેશભાઇ રમેશભાઇ ચૌહાણ કે જેઓ પોતે 'નીત્યશ્રી એન્ટરપ્રાઇઝ'ના નામથી ફાઇનાન્સનું કામકાજ કરે છે તેઓ એ આરોપી જયદિપ અશોકભાઇ કારીયા કે જે રાજકોટ ખાતે ન્યુજાગનાથ વિસ્તાર રહે છે તેઓને વર્ષ ૨૦૧૭માં પોતાના ધંધાના વિકાસ અર્થે નાણાની જરૂરીયાત હોય ફરિયાદી પાસે લોનની માંગણી કરેલ હતી. જે માંગણી અનુસંધાને ફરિયાદી એ આરોપી જયદીપ અશોકભાઇ કારીયાને રૂ. ૬૭૦૦૦૦/- (છ લાખ સીતેર હજાર પુરા) ની લોન આપેલ હતી જે અંગે આરોપી જયદીપ કારીયાએ ફરિયાદીને જરૂરી દસ્તાવેજો પણ લખી આપેલ હતા. આરોપીએ પોતાની જવાબદારી ના ચુકવણા પેટે કુલ ત્રણ ચેકો ફરિયાદી ને આપેલ જે તમામ ત્રણેય ચેકો વગર ચુકવણે પરત ફરેલ જેથી ફરીયાદી એ તેના વકી શ્રી સંજય એચ. પંડિત મારફત નોટીસ પણ મોકલાવેલ હતી પરંતુ આરોપીએ નોટીસ મળ્યા બાદ ફરિયાદીને નાણા ચુકવવાને બદલે વ્યાજ વટાવના ખોટા કેસોમાં ફીટ કરી દેવા અંગે ધાક ધમકીઓ આપવાનું ચાલુ કરેલ હતું. જેથી ફરીયાદીએ નાછુટકે આરોપી વિરૂદ્ધ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ નોંધાવેલ છે જે અનુસંધાને કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત, બલરામ પંડિત, ભાવીશા પંડિત, રિદ્ધિબેન રાજા વિગેરે રોકાયેલ છે.(૧.૨૩)

 

(4:09 pm IST)