Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

છ દિવસમાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખોઃ નિઃશુલ્ક વર્કશોપનું આયોજન

બાળકોથી માંડી કોઈપણ વર્ગના લોકો લાભ લઈ શકાશેઃ નામ નોંધણી જરૂરી

રાજકોટ,તા.૨૦: આજના યુગમાં શિક્ષણ આપવાનો  અભિગમ બદલાઈ રહ્યો છે તેથી આ સંજોગોમાં અંગ્રેજી ભાષાનું જ્ઞન સરળ અને સહજ રીતે આપવા માટે સ્ટેશન ઈન્ફો સર્વિસ પ્રા.લિ.નામની કંપનીએ ૧૦ વર્ષના સંશોધન બાદ એક નવો જ અભિગમ અપનાવેલ છે. આ અન્વયે માત્ર છ જ દિવસમાં અભ્યાસ પછી અંગ્રેજીમાં વાત- ચિત કરી શકાય.

સ્ટેશન- ઈ લેંગ્વેજ લેબએ જણાવેલી માહિતી મુજબ કમ્યુનિકેટીવ સ્કીલનો ટ્રેનિંગનો પ્રોગ્રામ તદન નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટ્રેનિંગમાં ભાગ લેતા ઈચ્છુક લોકોએ વધુ વિગત અને રજીસ્ટ્રેશન માટે તા.૧૯ થી તા.૨૩ સુધીમાં મો.૯૪૨૬૬ ૯૧૫૩૯ / ૯૭૨૫૯ ૨૫૬૩૫/ ૦૨૮૧- ૨૫૮૪૮૩૦ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવું આ કોર્ષ નિઃશુલ્ક રહેશે. કોર્ષ કોમ્યુનિકેટીવ અંગ્રેજી જે એક સ્કીલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનો સમયગાળો એક અઠવાડિયાને રહેશે. સામાન્ય રીતે આ કોર્ષની ફી રૂ.૧૨૦૦ છે.

સ્ટેશન- ઈ ખાતેની લેંગ્વેજ લેબમાં જે લોકો કડકડાટ રીતે વાકચાતુર્યથી ઈંગ્લીશ ભાષામાં વાર્તાલાપ  કરવા ઈચ્છતા હોય તેઓએ ભાષાકીય શિક્ષણના ટેકનોલોજી આધારિત નમુનો તૈયાર કરેલ છે.

આ ફ્રી ટ્રેનિંગ કોર્ષથી સરળતાથી અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ કરી શકાશે તેવું કંપનીના અગ્રણીઓએ જણાવેલ. સ્ટેશન- ઈએ વૈજ્ઞાનિક પધ્ધતિથી અંગ્રેજી ભાષાની તાલમ પુરી પાડવા માટે એક અભિનવ પ્રકારની લેંગ્વેજ લેબ છે. રાષ્ટ્રીયસ્તરની આ સંસ્થા દેશના ૧૮ સ્ટેટમાં ૬૦થી પણ વધારે લેબ ધરાવે છે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોએ આ કોર્ષ કરીને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું.

તસ્વીરમાં શ્રી ભવાનભાઈ દુધાત્રા (મો.૯૯૨૪૩ ૩૧૦૨૦), નેહા મહેતા, વિશાલભાઈ મમદાલીયા અને હષીતભાઈ (ડીરેકટર) નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૬)

 

(4:09 pm IST)