Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

માનવ કલ્યાણ મંડળ દ્વારા 'વેલેન્ટાઇન-ડે'ની 'રોટી-ડે' તરીકે ઉજવણી

 વેલેન્ટાઇન-ડે કે જે વેલેન્ટાઇન નામના નર્સ કે જેમને યુદ્ધ વખતે કરેલ સરાહનીય સેવાકીય પ્રવૃતિઓની યાદમાં જયારે આખુ વિશ્વ આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઇ મેરજા દ્વારા આ 'વેલેન્ટાઇન-ડે'ની 'રોટી-ડે' તરીકે અનોખી ઉજવણી દ્વારા સમાજ અને યુવા વર્ગને એક નવો રાહ બતાવતા અનોખી ઉજવણી કરાઇ હતી. માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઇ મેરજા, પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન પટેલ, ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, ચેરમેન (એસી) નાથાભાઇ કાલરીયા, તેમજ ૧૮પ૦ સભ્યો દ્વારા સમાજના જરૂરીયાતમંદ વ્યકિતઓને આ દિવસે રોટીનું વિતરણ વિતરણ કરીને સાચા અર્થમાં 'વેલેન્ટાઇન-ડે' ની 'રોટી' તરીકે ઉજવણી કરાઇ હતી. માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થા દ્વારા રાજકોટના યુનિ. રોડ સ્થિત ઝુપડપટ્ટીમાં રહેતા જરૂરીયાતમંદ વ્યકિતઓને કીટ અર્પણ કરાઇ હતી. વર્ષાબેન મોરી, શીતલદેકીવાડીયા, પારૂલબેન જોબનપુત્રા, અરવિંદભાઇ વડારીયા, મનુભાઇ મેરજા, દીપકભાઇ બ્રહ્મભટ્ટ, ભાવનાબેન રાજપરા, કીર્તીબેન માકડીયા, રશ્મીબેન નિંદ્રોડીયા, હેમાદ્રી નિંદ્રોડીયા, દીપા પટેલએ ભારે જહેમત ઉઠાવી હતી. સેવાની વધુ વિગત માટે કે મહિલાઓએ પીંક ઓટો રીક્ષા મેળવવા માટે સંપર્ક માનવ કલ્યાણ મંડળ, ૩-ગંગા જમુના સરસ્વતી એપાર્ટમેન્ટ, એકતા પ્રકાશનની બાજુમાં વોકહાર્ટ હોસ્પિટલ પાછળ, યુનિ. રોડ, રાજકોટ મો. ૯૪ર૬૭ ૩૭ર૭૩ (૮.ર૦)

(4:08 pm IST)