Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રાજય સરકારના લેખાનુદાન બજેટના આવકારતા પદાધિકારીઓ

રાજકોટ, તા.૨૦: ગુજરાત સરકાર દ્વારા ૧૨૨૪૧ કરોડની પુરાંતવાળું કોઈ જાતના નવા કરબોજ વગરનું લેખાનુંદાન પ્રજાલક્ષી બજેટ રજુ કરવામાં આવેલ છે. આ બજેટમાં રાજકોટ શહેરના વિકાસ માટે તેમજ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે બ્રિજ માટે જોગવાઈ કરવામાં આવેલ છે. જે બદલ રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલનો મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમારે આભાર વ્યકત કર્યો હતો.

આ અંગે પદાધિકારીઓએ જણાવ્યુ હતુ કે નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલએ 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે તમામ વર્ગને ધ્યાનમાં રાખી, બજેટ આપેલ છે. ---વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજનામાં પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહેલ છે, બહેનોના પગારમાં રૂ.૯૦૦ તથા તેડાગરના પગારમાં રૂ.૪૫૦ નો વધારો કરવામાં આવશે. રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોની ટ્રાફિક સમસ્યા ધ્યાને લઇ ૮ નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે. આમ,એકંદરે આ બજેટ સમાજના છેવાડાના માનવીથી શરૂ કરી તમામ લોકોની સુખાકારીમાં વધારો કરતુ બહુજન હિતાય બહુજન સુખાય બજેટ છે. તેમ અંતમાં મેયરની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

જયમીન ઠાકર

ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટમાં તમામ લોકોને વધુ સારી તથા સુદ્રઢ આરોગ્ય સેવા મળી રહે તે માટે માં અને માં વાત્સલ્ય યોજનામાં કુટુંબોને પહેલા ૦૩ લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવામાં આવતી હતી. જેમાં વધારો કરીને હવેથી ૦૫ લાખ સુધીની વિનામુલ્યે સારવાર આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના બજેટને આવકારતા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો હ્રદયપુર્વક સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીનઠાકર દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ છે. તેમજ તેઓએ જણાવ્યુ હતુ કે હ્રદયમાં ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો સહીત તમામ બીમારીઓની સારવાર શહેરની ૯ હોસ્પિટલમાં માં વાત્સલ્ય યોજના હેઠળ ઉપલબ્ધ છે.(૨૩.૧પ)

 

(4:05 pm IST)