Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મહાશિવરાત્રીએ રાજકોટના માર્ગો ઉપર નિકળશે શિવ શોભાયાત્રા

દશનામ ગોસ્વામી સમાજ દ્વારા બીજા વર્ષે આયોજન : કાલે કાર્યાલય ખુલ્લુ મુકાશેઃ શિવજીનો મુખ્ય રથ, અમરનાથ દર્શન, શહીદોના ફલોટ સાથે તોપથી ફૂલોનો વરસાદ થશેઃ મવડીના વિશ્વેશ્વર મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ, રૈયાગામ સમાધિ સ્થાને સમાપન

રાજકોટ, તા.૨૦ : આગામી મહાશિવરાત્રીના પવિત્ર દિને રાજકોટના માર્ગો ઉપર શિવ શોભાયાત્રા નીકળનાર છે. શિવજીના મુખ્ય રથ, અમરનાથ દર્શન, શહીદોના ફલોટ સાથે આ શોભાયાત્રામાં શિવલીંગ ઉપર તોપથી ફૂલોનો વરસાદ થશે.

દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું કે આગામી તા.૪ માર્ચના મહાશિવરાત્રીના પવિત્ર દિને બપોરે ૨ કલાકે મવડી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરેથી શિવશોભાયાત્રાનો હર હર મહાદેવના નાદ સાથે પ્રારંભ થશે. જે હનુમાનમઢી ચોકથી રૈયા ગામ સમાધીસ્થાને પૂર્ણ થશે.

આ શોભાયાત્રામાં સૌપ્રથમ શિવજીના મુખ્ય રથ સાથે, શહીદોના ફલોટ, અમરનાથ દર્શન સહિતના ફલોટ સાથે ટુ વ્હીલર, ફોર વ્હીલરના મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. આ અંતર્ગત આવતીકાલે ૨૧મીના ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે મવડીના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે કાર્યાલયનો પ્રારંભ થશે.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી જયેશગીરી ગુલાબગીરી ગોસ્વામી (મહાકાલેશ્વર ગાદિપતિ), જયસુખગીરીબાપુ હસદેવ આશ્રમ (ખોરાણ ગામ), લાલદાસબાપુ (રામજી મંદિર મહંત રતનપર), રાધેશ્યામ બાપુ (પંચદેવી આસારામ), હસમુખગીરી ગોપાલગીરી) - ૯૯૭૮૦ ૩૫૮૬૩, નિલેશભારથી ભગવાનભારથી - ૯૯૨૪૫ ૯૫૫૯૯, રમેશગીરી બળવંતગીરી, ભાવેશપરી મનસુખપરી, હિરેનગીરી ગોસ્વામી - ૯૯૦૪૦ ૮૮૬૫૭, સંજયગીરી બચુગીરી, રાજેશગીરી ઈશ્વરગીરી, જીજ્ઞેશગીરી ગોપાલગીરી, મયુરગીરી જયેશગીરી, અશોકપરી નવલપરી, હિરેનપરી, ભરતપરી, સંજયગીરી જેરામગીરી, મનોજગીરી બળવંતગીરી, રાજેશગીરી મુળગીરી અને જીજ્ઞેશગીરી નટવરગીરી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૩)

(4:04 pm IST)