Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી ૧૦ શાળા-કોલેજ ખાતે ડ્રાઇવ

લાયસન્સ વગર વાહન ચલાવનારા વિદ્યાર્થીઓ સામે ઝુંબેશનો પ્રારંભ

૨૫૨ એનસી કેસ, ૫૭ વાહન ડિટેઇન, ૩૦૨૦૦નો હાજર દંડ વાલીઓને હેડકવાર્ટર બોલાવી આરટીઓના મેમો અપાશેઃ લાયસન્સ ન હોય તો વાલીઓએ જ સંતાનને વાહન આપવું નહિઃ સિધ્ધાર્થ ખત્રી

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ આજથી ટ્રાફિક પોલીસના અધિકારીઓ, કર્મચારીઓને દરરોજ ૧૦-૧૦ સ્કૂલ-કોલેજ ખાતે  સવાર અને બપોરના સમયે ડ્રાઇવ રાખી લાયસન્સ વગર શાળાએ વાહનો લઇને આવતાં છાત્રોના વાહનો ડિટેઇન કરી હેડકવાર્ટર લઇ જવાની કાર્યવાહી કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત આજથી આ ઝુંબેશની શરૂઆત થઇ છે. લાયસન્સ વગર  પકડાયેલા છાત્રોના વાહનો હેડકવાર્ટર લઇ જવામાં આવ્યા હતાં અને આવા છાત્રોના વાલીઓને હેડકવાર્ટર ખાતે બોલાવી ત્યાંથી આરટીઓને મેમો આપવામાં આવ્યા હતાં. આ નિયમનું કડક રીતે પાલન કરાવવામાં આવશે તેમ જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું છે. દરમિયાન આજે પહેલા દિવસે જ ૨૫૨ એન.સી. કેસ, ૩૦,૨૦૦ રૂપિયાનો હાજર દંડની કાર્યવાહી અને ૫૭ વાહન ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)