Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શહીદોને સહાય અર્થે 'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ'નો રથ માર્ગો પર ધુમશેઃ જબ્બર પ્રતિસાદ

  રાજકોટ, ટીમ ઇન્દ્રનીલ ફોર યુ  દ્વારા આજે એક રથ તૈયાર કરી અને જમ્મુ-કાશ્મીરના પુલવામાંમાં શહીદ થયેલા આપણા જવાનો માટે ફંડ એકત્ર કરાયુ હતુ. આ રથ કાર્યકરો સાથે શહેરભરમાં ફરી વળશે.   જીલ્લા પંચાયત ચોક રેસકોર્ષ ખાતે રથ સાથે  ટીમ ઇન્દ્રનીલ ફોર યુ ના લોકોએ નીકળી અપીલ કરી હતી કે www. bharat keveer.gov.in જે સરકારે આ વીર શહીદોની મદદ માટે ખાતું ખોલાવ્યું છે તેમાં રકમ જમા કરાવી રાજકોટીયન બધા એની જવાબદારી નિભાવે  યાજ્ઞિકરોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ થી મેઇનબજારમાં ફરી રાજશ્રી સીનેમાં વાળા રોડ ઉપરથી થઈ અને કરણસિંહ હાઈસ્કુલ આગળ આજની યાત્રા પૂરી થઈ હતી. રોજ આ રીતે શહેરમાં રથ ફરશે અને ઉપરોકત ખાતામાં નાણા જમા કરાવવાની અપીલ કરશે અને સાથે ડબ્બા લઈને પણ નીકળશે કે જેને આ ખાતા વિષે માહિતી ન હોઈ તેવા લોકો પણ દાન આપી શકે.  લોકોએ ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયા સુધીનો એમનો ફાળો આપી ફંડનો ડબ્બો છલકાવ્યો હતો.  આજ રીતે આગામી દિવસોમાં પણ આ રથ પુરા રાજકોટમાં અને નજીકના વિસ્તારમાં ફરતો રહેશે. અને મોટી રકમ આ શહીદો માટેનું જે ફંડનું એકાઉન્ટ  ખોલવામાં આવ્યું છે. www. bharat keveer.gov.in એમાં ફંડ જમા કરાવવાની અપીલ કરતો રથ કાર્યકરો સાથે ફરતો રહેશે.   આ રેલીમાં ''ટીમ ઇન્દ્રનીલ ફોર યુ  ના ''  ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, વશરામભાઈ સાગઠીયા, તખુભા રાઠોડ, અશોકભાઈ પટેલ, અભીષેકભાઈ તાળા, જગદીશભાઈ મોરી, હેમંતભાઈ વીરડા, કૃષ્ણદતભાઈ રાવલ, શૈલેશભાઈ મહેતા, હબીબભાઈ કટારીયા, યજ્ઞેશભાઈ દવે, ભરતભાઈ આહીર, રાજુભાઈ શેઠ, વિજયભાઈ નકુમ, અમુભાઈ પરમાર, ભરતભાઈ ધોળકીયા, પરેશભાઈ શીંગાળા, પ્રવીણભાઈ લાખાણી, કાર્તિકભાઈ શાહ, નીરવભાઈ કિયાડા, અશોકભાઈ લાખાણી, કમલેશભાઈ મકવાણા, લલિત પરમાર, મનીષભાઈ કક્કડ, જીતુભાઈ ઠાકર, વૈશાલીબેન શિંદે, જયાબેન ચૌહાણ, અનિતાબેન સોની, કિંજલબેન જોષી, વહીદાબેન ગાંજા, સહિતના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (૪૦.૫)

(3:59 pm IST)