Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રૂડા દ્વારા CLSS યોજના અંગે માર્ગદર્શન મેળાનું સફળ આયોજન

રાજકોટઃ  દરેક ભારતીઓના 'ઘર ના ઘર' ના સ્વપ્નને સાકાર કરવાના ઉદેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર લેવા માટે વિવિધ ઘટક અંતર્ગત આવાસ અંગે સહાય આપવામાં આવે છે જે અન્વયે ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ (CLSS) ઘટક માં ૨, ૬૭ લાખ સુધીની વ્યાજ સહાય અંગે લોકોમાં જાગૃતતા વધે તથા દરેક લોકોને યોજના અંગે વિગતવાર માર્ગદર્શન મળે તો આ યોજના નો વધુ માં વધુ લોકો લાભ લઇ શકે તેમજ પ્રધાન મંત્રીના દરેક ભારતીઓ ના ''ઘર ના ઘર''નું સ્વપ્નું સાકાર થઈ શકે. તો આ બાબત ને ધ્યાને લઈ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ (CLSS)ની માહિતી આપતા મેળાનું સફળ આયોજન કરવામાં આવેલ હતુ.

 જે મેળામાં પોતાની પસંદગીનું ઘર લોન લઇ લેવા ઈચ્છતા હોઈ તેવા લોકોને વ્યાજ સહાય લેતા સમયે પ્રાથમિક ધોરણે ધ્યાનમાં રાખવી જરૂરી વિગતો અંગે માહિતી આપવામાં આવેલ હતી જેમ કે EWS તથા LIG પ્રકાર ની કેટેગરીમાં પુરુષ અરજદારની સાથે મહિલા અરજદારનું નામ, દસ્તાવેજમાં મહિલા અરજદારનો ઊલ્લેખ, લોન મંજુર થયા પહેલા યોજનાનો લાભ લેવાનો છે તે અંગેની જાગૃતિ અને આ અંગે બેંકને જણાવવું જેથી લોન મંજુરીની સાથે જ સહાય અંગે અરજી થઇ શકે તથા ઘણા પુરાવા અંગેની બાબતો ધ્યાને રાખવાની રહે છે.(૪૦.૬)

(3:57 pm IST)