Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મોદી સ્કૂલના બાળકો દ્વારા 'સુપર માર્કેટ'

રાજકોટઃ બાળક અભ્યાસની સાથે સાથે જુદી-જુદી પદ્ધતિઓ અને અલગ-અલગ પ્રવૃતિઓમાં ઊંડાણપૂર્વક સમજણ કેળવે અને શીખેલા મુદ્દાઓને વિસ્તૃત રીતે દરેક સ્થળે ઉપયોગમાં લઇ શકે તે માટે થઇને મોદી સ્કૂલમાં ''સુપર માર્કેટ''નું આયોજન કરવામાં આવેલ પ્રથમ કરીયાણાનો સ્ટોર બનાવવામાં આવેલ તેમાં બાળક વસ્તુનું વજન, તેની ક્ષમતા, કઇ રીતે પૈસા આપી વસ્તુને અનાજ કરીયાણાની ખરીદી કરી શકાય તેની સમજણ આપી ત્યારબાદ વિવિધ શાકભાજી તથા ઋતુપ્રમાણે ઉપલબ્ધ ફળોનો કઇ રીતે વેપાર કરી શકાય, શાકભાજીના કંદ, રંગ, આકાર, સ્વાદ અને તેની અંદર રહેલા બીજની સંખ્યા, તેની સાર-સંભાળ કઇ રીતે રખાય, ઉપયોગ કેમ કરાય, વગેરેની માહિતી વિસ્તારપૂર્વક આપી હતી.(૨૨.૧૬)

 

(3:56 pm IST)