Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

મોગલ પ્રતાપ ગ્રુપના યુવાઓએ શહીદોને શ્રધ્ધાંજલી અર્પતુ ગીત બનાવ્યુઃ યુ ટયુબ પર લોન્ચ

રાજકોટઃ હજુ તો મુંછનો દોરો પણ ફૂટયો નથી તેવ બાળકોએ મોગલ પ્રતાપ ગ્રુપ બનાવી ગીત- સંગીતની દુનિયામાં ડંકો વગાડી દિધો છે. કોઈપણ ચાર્જ વગર ગીત- સંગીત માટે કાર્યક્રમો આપી રહ્યા છે. શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા ''શિવાજીનું  હાલરડુ'' યુટયુબ ઉપર ગીત લોન્ચ કરવા જઈ રહ્યા છે.

ગાયક નાગરાજ કાઠી, ઓર્ગન માસ્ટર સ્મિત દોશી ડૂમ પર હર્ષલ ગોસાઈ, ઓકટોપેડ માસ્ટર યશ મહેતા અને અભિનયના ઓજેશ પાથરતા શંભુ કાઠી, પરાક્રમસિંહ ઝાલા, સુરજભાઈ કાઠી, દિવ્યરાજ બોરીચા, રવિરાજ ખાચર, હરદીપ કાઠી, જયેશ ચાવડાએ જહેમત ઉઠાવી છે. વધુ માહિતી માટે સ્મિત દોશી મો.૭૫૬૭૦ ૫૧૭૪૬ અથવા નાગરાજ કાઠી મો.૯૪૦૯૪ ૩૧૮૦૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

(3:52 pm IST)