Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રાજકોટનો આઇ-વે પ્રોજેકટ વધુ એક વખત રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયો

મ્યુ. કોર્પોરેશનને ભારત સરકારના ઇલેકટ્રોનીકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા ડીજીટલ ઇન્ડીયા એવોર્ડઃ દિલ્હી ખાતે શુક્રવારે આયોજીત સમારોહમાં ઉપસ્થિત રહેવા મેયર, મ્યુ. કમિશ્નર તથા ડેપ્યુટી મેયરને નિમંત્રણ

રાજકોટ, તા., ર૦: ભારત સરકારના ઈલેટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા તા.૨૨ના રોજ દિલ્હી ખાતે ડીજીટલ ઇન્ડિયા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના આઈ-વે પ્રોજેકટ અંતર્ગત ડીજીટલ ઇન્ડિયા એવોર્ડમાં સમાવેશ થયેલ છે. જેના અનુસંધાને આ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેવા મેયર, ડેપ્યુટી મેયર, તથા મ્યુનિસિપલ કમિશનરશ્રીને નિમંત્રણ મળેલ છે. જેના અનુસંધાને મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એવોર્ડ સ્વીકારવા દિલ્હી જશે તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે.

 આ અંગે કોર્પોરેશનની સતાવાર માહીતી મુજબ રાજકોટ શહેરને સ્માર્ટ સીટી બનવા તરફ લઈ જતો પ્રોજેકટ એટ્લે રાજકોટ આઈવે પ્રોજેકટ આ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં CCTV surveillance system, Environment Sensors, LED display boards, free public Wifi area, ICCC¨ની સુવિધા આપવામાં આવેલ છે.

CCTV surveillance system¨ ની વાત કરીએ તો શહેરના ૨૧૭દ્મક વધુ લોકેશન પર કુલ ૯૭૪ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેમાં Fix, PTZ, 360, ANPR/RLVD કેમેરાનો સમાવેશ થાય છે.

શહેરને ટ્રાફીકની સમસ્યાથી મુકત કરવા તેમજ શહેરીજનો ટ્રાફીકના નીયમોનું પાલન કરે તે માટે ANPR/RLVD વડે ઇચલન સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. આ સીસ્ટમમાં દરેક પસાર થતાં વાહનના નંબર પ્લેટ કેપ્ચર કરવામાં આવે છે અને ટ્રાફીકના નીયમનો ભંગ કરવામાં આવેતો ઓટોમેટીક ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. કુલ ૧૩ જગ્યાએ વાઈફાઈ સુવિધા આપવામાં આવેલ છે. ન્ED Display board -કુલ ૨૦ લોકેશન પર LED Display board લગાવવામાં આવેલ છે. ICCC ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા તમામનું  24x7 મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં ડ્રેનેજ સ્કાડા, વોટર સ્કાડા, એલીડી સ્ટ્રીટ લાઈટ સ્ટ્રીટ લાઈટ વીગેરેનો સમાવેશ થાય છે.

(3:36 pm IST)