Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શાન્તાબેન બાલુભાઈ વિઠ્ઠલાણી પરિવારનો મનોરથ

રૈયા ગામે વ્રજ હવેલી નિર્માણ પામશેઃ કાલે ખાતમુર્હુત

ત્રણ હજાર ચોરસવાર જગ્યામાં હવેલીનું નિર્માણ થશેઃ રસિયાગાન, ફૂલફાગ મનોરથ

રાજકોટ,તા.૨૦: ગો.વા.શાન્તાબેન બાલુભાઈ વિઠલાણી તથા ગો.વા.બાલુભાઈ જગજીવનદાસ વિઠલાણીના મનોરથ સ્વરૂપે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૧૭માં વંશજ વૈષ્ણાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદોયશ્રી (કડી- અમદાવાદ)ના પાવન સાનીધ્યમાં અને અધ્યક્ષતામાં રાજકોટ શહેરમાં ૧૫૦ ફુટ રોડ, રામદેવપીર ચોકડી, શાંતીનગર વિસ્તારમાં રૈયા ખાતે શ્રી નાથજીની ભવ્ય ''વ્રજ'' હવેલીનુ નિર્માણ કરવામાં આવશે. આશરે ત્રણ હજાર  ચોરસવાર જેટલી વિશાળ જમીન ઉપર રાજકોટની આ સૌથી વિશાળ હવેલી બનશે. આ આધ્યામીક સંકુલમાં કેવલ દર્શન પુરતુ મર્યાદિત ન રહેતા તેમાં બાળકો અને યુવાઓ માટે પાઠશાળા, યુવા કેન્દ્ર, પુસ્તકાલય, કીર્તનપ્રશિક્ષણ કેન્દ્ર, સેવા સહાયતા કેન્દ્ર વિગેરે અનેક વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવશે.

આ ''વ્રજ'' હવેલીના શુભ ખાતમુહર્ત તા.૨૧ને ગુરૂવારના રોજ ર્વૈષ્ણાવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય (કડી- અમદાવાદ)ની અધ્યક્ષતામાં કરવામાં આવશે. જેમાં સવારે ૮ થી ૧૨ સર્વોતમ યજ્ઞ અને હવેલી ખાત મુહર્ત તથા બપોરના ૧૨ થી ૧ રસિયાગાન, વચનામૃત અને ફુલફાગ મનોરથ ઉજવવામાં આવશે. આ પ્રસંગે રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિને આમંત્રણ પાઠવાયું છે.

વિશેષમાં ''વ્રજ'' હવેલીની નિકટ વૈષ્ણવો કાયમ માટે નિવાસ કરી શકે તે માટે વ્રજધામ એપાર્ટમેન્ટનુ નિર્માણ તથા બુકીંગ ચાલુ હોવાનું જણાવાયું હતું.

આયોજનને સફળ બનાવવા વિઠલાણી પરિવારના મહેશભાઈ પરેશભાઈ (મો.૯૪૨૬૮ ૧૭૫૦૧), શ્યામલ, રાજ, દીપ, કીશન, ચંદ્રેશ તથા કિશોરભાઈ જસાણી, અતુલભાઈ ચતવાણી, કમલેશભાઈ વોરા, રાજકોટ વૈષ્ણવ સંઘના સુર્યકાન્તભાઈ વડગામા, જતીનભાઈ દક્ષીણી, અરવિંદભાઈ ગજજર અને અલ્પેશભાઈ ખંભાયતા હિતેષભાઈ ગટેચા (મો.૯૮૯૮૫ ૬૯૬૯૧) સેવાઓ આપી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી) (૩૦.૨)

(12:02 pm IST)