Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સરકારના ખેડૂતલક્ષી પગલાઓને લીધે દેશ કૃષિ ક્રાંતિ તરફઃ ભાર્ગવ ભટ્ટ

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા શકિત કેન્દ્ર વિસ્તારકોની બેઠક

રાજકોટ જિલ્લા ભાજપ આયોજીત શકિત કેન્દ્ર વિસ્તારકોની બેઠકને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટે સંબોધન કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે પ્રકાશ સોની ડી. કે. સખિયા, ભાનુભાઇ મેતા, દિલીપ ગાંધી વગેરે ઉપસ્થિત છે. (પ-૧૬)

રાજકોટ તા. ર૦ :.. જીલ્લા ભાજપા દ્વારા શકિત કેન્દ્ર વિસ્તારક, શકિત કેન્દ્ર ઇન્ચાર્જેની બેઠક રાજકોટ જીલ્લા અધ્યક્ષ શ્રી ડી. કે. સખીયાના અધ્યક્ષ સ્થાને આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ, રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, મહામંત્રી ભાનુભાઇ મેતા, પોરબંદર બેઠકના વિસ્તાર દિલીપભાઇ ગાંધીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને આવનારી ર૦૧૯ લોકસભા ચૂંટણી અંતર્ગત માર્ગદર્શન પુરૃં પાડયું હતું.

ભાર્ગવભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અનેકવિધ લોકકલ્યાણકારી યોજના થકી અને ખેડૂત હિત લક્ષી પગલાઓને કારણે દેશમાં કૃષિક્રાંતિના આગેકદમ થયા છે. નાના ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થશે જેનાથી ૧ર કરોડ નાના ખેડૂતોને ખૂબ મોટો લાભ મળશે. ખેડૂતોના કલ્યાણ અને તેમની આવક બમણી કરવા માટે મોદી સરકારે રર મહત્વપૂર્ણ પાકની ન્યુનતમ સમર્થન મુલ્ય ૧.પ ગણી વધારવાનો નિર્ણયથી ખેડૂતોને ખુબ જ મોટો ફાયદો થશે.

આ બેઠકમાં જીલ્લા અધ્યક્ષ શ્રી ડી. કે. સખીયાએ વિસ્તારકોને આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી.

મહામંત્રી ભાનુભાઇ મેતાએ જણાવેલ કે રાજકોટ જીલ્લાના ૧પ૦૦ બુથ ઇન્ચાર્જે, ર૬૦ શકિત કેન્દ્ર ઇન્ચાર્જે, તમામ ગામડાઓ ખુંદીને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડશે.

દિલીપભાઇ ગાંધી વિસ્તારકોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસ કાર્યોની માહિતી આપી હતી

(11:58 am IST)