Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

દિવ્યાંગ ભિક્ષુકનું ખુબ જ પ્રેરણાદાયી કામ...શહીદોને આપ્યું ૫૦૧નું દાન

મહેસાણા સ્થાયી થયેલા 'ગોદડીયા બાપુ' તરીકે ઓળખાતા વૃધ્ધને પોલીસમેને ઓનલાઇન ડોનેશન અપાવવા વ્યવસ્થા કરી આપી

મુળ રાજકોટના અને છેલ્લા વીસ વર્ષથી મહેસાણા સ્થાયી થઇ ત્યાં ભિક્ષાવૃતિ કરી જીવનનું ગુજરાન ચલાવતાં દિવ્યાંગ ખીમજીભાઇ પ્રજાપતિ કે જેને લોકો 'ગોદડીયા બાપુ' તરીકે ઓળખે છે તેમણે આજે પ્રશંસનીય અને પ્રેરણાદાયી કામ કર્યુ છે. તેમને કેન્સરને બિમારી હોઇ રાજકોટ રહેતા દિકરા પાસે કેન્સરની દવા લેવા આવ્યા હતાં. અહિ તેમને શહીદોના પરિવારને મદદરૂપ થવાની ખેવના જાગતાં તેઓ પોતે ભિક્ષાવૃતિ કરીને એકઠા કરેલા રૂ. ૫૦૧ લઇને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ગયા હતાં અને ત્યાં હાજર અધિકારીને પોતે શહીદોના લાભાર્થે દાન આપવા આવ્યાનું જણાવતાં તેમને એક પોલીસ કર્મચારી યોગ્ય જગ્યાએ લઇ ગયા હતાં અને ઓનલાઇન દાન કરાવી આપ્યું હતું. જો   એક ભિક્ષુકને પણ આટલી દેશદાઝ હોય અને તે ભિક્ષાવૃતિથી એકઠા કરેલા પૈસા શહીદો માટે આપી શકતાં હોય તો બીજા લોકોએ પણ આમનામાંથી પ્રેરણા લેવી જોઇએ. તેવું કચેરીમાં હાજર સોૈ કોઇ કહેતાં હતાં. (૧૪.૧૪)

(4:02 pm IST)