Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજકોટમાં ધોરણ 10 બ ભણેલો નકલી ડોક્ટર ઝડપાયો

શિવનગરમાં ક્લિનિક ખોલી દવા આપતો રવજી વઘાસિયાને એસઓજીએ ઝડપી લીધો

રાજકોટ :શહેરમાં 10 ધોરણ સુધી ભણેલા નકલી ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે 52 વર્ષીય રવજી વઘાસીયા નામનો શખ્સ શિવનગરમાં ક્લિનિક ખોલી દર્દીઓને દવા આપતો હતો. નકલી ડોક્ટરને પોલીસે ઝડપી દવા સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.

  રવજી વઘાસીયા અગાઉ કમ્પાઉન્ડર હતો અને દવા અને ઇન્જેક્શન આપવાનો અનુભવ ધરવાતો હતો. જેને લઇ ત્રણેક મહિનાથી પોતાનું જ દવાખાનું ખોલી નાખ્યું હતું.

  પોલીસે આકરી પૂછપરછ કરતા નકલી ડોક્ટર પડી ભાગ્યો હતો અને પોતે માત્ર 10 સુધી જ ભણેલો છે તેવી કબૂલાત આપી હતી. પોતે પોતાની ઓળખ ડો.પટેલ સાહેબની નામથી આપતો હતો.

  પોલીસે એલોપેથી દવાનો જથ્થો, ઇજેક્શન સાથે ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:39 pm IST)