Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજકોટના ધર્મરાજસિંહ રાણાને બ્લેકબેલ્ટ

ધો.૧૨માં અભ્યાસ કરે છે, પાંચ વર્ષથી કરાટેની તાલીમ, નેશનલ લેવલે ૪ બોન્ઝ પણ મેળવી ચુકયા છેઃ ઓલમ્પિકમાં મેડલ જીતવાની મહેચ્છા

રાજકોટઃ તા.૨૦, રાજકોટના યુવાને નાની ઉંમરે મોટી સિધ્ધી મેળવી છે કરાટેમાં બ્લેકબેલ્ટ હાંસલ કર્યો છે.

 ૧૭ વર્ષના અને ધો-૧૨માં કલ્યાણ હાઇસ્કુલમાં અભ્યાસ કરતા ધર્મરાજસિંહ રાણાએ સોમનાથ-વેરાવળ ખાતે યોજાયેલ બ્લેકબેલ્ટ એકઝામ સેમિનારમાં આ સિધ્ધી હાંસલ કરી છે

 તેઓ કહે છે કે હાલમાં હુ બાલભવનમાં કોચ શ્રી રણજીતભાઇ ચોૈહાણના માર્ગદર્શન હેઠળ કરાટેની તાલીમ લઇ રહયો છું આ અગાઉ સિકકીમ અને વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલ નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ચાર બ્રોન્ઝ મેડલ પણ જીતી ચુકયા છે રાજયકક્ષાએ પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ધર્મરાજસિંહના પિતા શ્રી સુખદેવસિંહ ખુમાનસિંહ રાણા આર.સી.સી બેંકમાં નોકરી કરે છે. અને માતા હિનાબા ગૃહિણી છે. મોટા બહેન કોલેજમાં અભ્યાસ કરે છે તેઓ કહે છે મારી આ સિધ્ધીમાં કોચ રણજીતભાઇ ચૌહાણ અને મારા પિતા સુખદેવસિંહનો સહયોગ મળ્યો છે. આગામી દિવસોમાં ખેલમહાકુંભમાં પણ ભાગ લેવા જશે. તેઓને ઓલિમ્પિકમાં મેડલ જીતવાની મહેચ્છા છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બ્લેક બેલ્ટ મેળવનાર ધર્મરાજસિંહ રાણા (મો.૮૯૮૦૪ ૩૪૩૮૭) નજરે પડે છે.

(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:24 pm IST)