Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દીકરી વ્હાલનો દરિયો

પિતા સ્વ.છોટુભાઈ રૂડકીયાના મોક્ષાર્થે દીકરી જલ્પાબેન નારીગરા દ્વારા હરીદ્વારમાં ભાગવત કથા

સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજના વયોવૃધ્ધ વડીલોને સ્વખર્ચે લઈ જશેઃ રહેવા- જમવા સહિતની સુવિધાઃ પતિ મહેશભાઈ અને પુત્ર વરૂણનો સહયોગ

રાજકોટ,તા.૨૦: દીકરી નામ સાંભળતા જ દરેક પિતાની આંખ ભીની થઈ જાય છે. તો દીકરી પણ પોતાના પિતાનું લગ્ન બાદ પણ દેખરેખ રાખતી હોય છે. ત્યારે રાજકોટના સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજની દીકરી પિતાની યાદમાં હીરદ્વારમાં ભાગવત કથાનું આયોજન કર્યુ છે. જેમાં ખાસ વાત તો એ છે કે જ્ઞાતિના તમામ વયોવૃધ્ધ વડીલોને પોતાના ખર્ચે હીરદ્વાર લઈ જશે અને કથાનું રસપાન કરાવશે.

શ્રીમતિ જલ્પાબેન મહેશભાઈ નારીગરા કહે છે કે મારા પિતા સ્વ.છોટુભાઈ દામજીભાઈ રૂડકીયાના મોક્ષાર્થે મને એક ભાગવત કથાનો યોજવાનો વિચાર આવ્યો અને આ વિચારને મારા પતિ મહેશભાઈ અને પુત્ર વરૂણએ તુરંત જ વધાવી લીધો.

આગામી તા.૨૮/૪ થી તા.૪/૫ સુધી હરીદ્વારમાં ચેતના નંદીગીરી આશ્રમ (સન્યાસ માર્ગ, સુરતગીરી બંગલાની સામે, કનખલ) ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કર્યું છે. જેમાં વ્યાસાસને વીરનગરના કથાકાર અનુઅદા કથાનું રસપાન કરાવશે.

જલ્પાબેન સ્વખર્ચે સમસ્ત વાટલીયા પ્રજાપતિના વયોવૃધ્ધ વડીલોને હરીદ્વાર નિઃશુલ્ક લઈ જશે. તેઓ માટે રહેવા- જમવા સહિતની સુવિધા કરવામાં આવશે. તેઓ કહે છે કે મારા પતિ મહેશભાઈ કે જેઓ જામનગરમાં જીઈબીમાં નોકરી કરે છે. તેમજ પુત્ર વરૂણ અને ભાઈ યોગેશભાઈ ઉનાગરનો સહયોગ મળેલ છે.

આ અંગે વધુ માહિતી માટે મો.૮૭૫૮૭ ૧૯૫૦૯ / ૯૮૭૯૩ ૨૮૪૩૨ ઉપર સંપર્ક કરી શકાય છે.

(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:22 pm IST)