Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શ્રીમદ્દ રાજચંદ્ર જન્મોત્સવ ઉજવણીનો પ્રારંભ : કારતીકી પૂનમ સુધી ભકિત સ્વાધ્યાય સહીતના શ્રેણીબધ્ધ કાર્યક્રમો

રાજકોટ તા. ૨૦ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ ગણાતા શ્રીમદ્દ રાજચંદ્રજીના જન્મોત્સવની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે.

રાજકોટમાં શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદીર ટ્રસ્ટ દ્વારા કારતીકી પૂનમ સુધી ભકિત સ્વાધ્યાય સહીત શ્રેણીબધ્ધ કાર્યક્રમોના આયોજનો થયા છે.

આજે તા. ૨૦ ના બપોરે ૩ થી પ પુષ્પમાળા અને સાતસો મહાનીતિ વાકયોમાંથી ઓપન બુક એકઝામ પોથી તેમજ તા. ૨૧ ના સવારે ૯ થી ૧.૧૫ ભીકત સ્વાધ્યાય સુધીરભાઇ મહેતા કરાવશે. જયારે બપોરે ૩ થી ૬ દીવડા સુશોભન હરીફાઇ રાખેલ છે. રાત્રે ૮.૩૦ થી ૧૦ જ્ઞાનશાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ થશે.

તા. ૨૨ ના ગુરૂવારે સવારે ૯ થી ૧૦.૧૫ વાગ્યે ભકિત સ્વાધ્યાય મધુભાઇ પારેખ કરાવશે. રાત્રે ૭.૧૫ થી ૮.૧૫ ભાવ પ્રતિક્રમણ અને રાત્રે ૮.૩૦ થી ૧૦ જ્ઞાનશાળા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલ છે.

તા. ૨૩ ના શુક્રવારે મુખ્ય દિવસે સવારે ૯.૧૫ થી ૧૦.૪૫ ધર્મયાત્રા અને ૧૦.૪૫ થી ૧૧.૪૫ વધામણા, ભકિત, ઇનામ વિતરણ, આરતી દીવો અને ૧૧.૪૫  થી સ્વામિ વાત્સલ્યનું આયોજન કરાયુ છે.

ધર્મપ્રેમીજનોએ લાભ લેવા શ્રીમદ્દ જ્ઞાન મંદીર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(4:04 pm IST)