Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ વાઇઝ સ્નેહ મિલન

રાજકોટ તા. ર૦ :.. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તા. ર૧ નવેમ્બર થી રાજકોટમાં વોર્ડ વાઇઝ કોંગ્રેસ પરિવારનું સ્નેહ મિલન રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહ મિલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદેદારશ્રીઓ, તેમજ દરેક વોર્ડના સ્નેહ મિલનમાં વોર્ડના હોદેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ આ સ્નેહ મિલનમાં હાજર રહેશે આ તમામ વોર્ડના સ્નેહ મિલનનું આયોજન શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યુ હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે તા. ર૧ બુધવારના રોજ વોર્ડ નં. ૧૪ માં સાંજે પ કલાકે બોલબાલા માર્ગ જલજીત હોલ પાસે, રાજકોટ.

વોર્ડ નં. ૪ માં રાત્રે ૮ કલાકે  કાર્તિક પાર્ટી પ્લોટ ૮૦ ફુટ રોડ, કુવાડવા રોડ પાસે તથા વોર્ડ નં. ૧૭ માં રાત્રે ૯ કલાકે આનંદનગર કોમ્પ્યુનીટી હોલ, પારડી રોડ, જલજીત હોલની સામે તેમજ તા. ર૪-૧૧-ર૦૧૮ શનીવારના રોજ ૧. વોર્ડ નં. ૧૦ માં  સાંજે ૭ કલાકે નદી પાર્ક મેઇન રોડ, ગેલેકસી સ્વીમીંગ પુલ પાસે., ર. વોર્ડ નં. ૩ માં રાત્રે ૮ કલાકે છાપરૂ હોલ, સિંધી કોલોની, જલારામ બેકરીની બાજુમાં, ૩. વોર્ડ નં. ૧૧ માં રાત્રે ૯.૩૦ કલાકે રંગીલા હનુમાન મંદિર, રાધેશ્યામ સોસાયટીની બાજુમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પાસે, ત્થા તા. રપ રવિવારના રોજ, ૧. વોર્ડ નં. ૧ માં સાંજે પ કલાકે રૈયા ગામ રાધે કૃષ્ણ મંદિર, ર. વોર્ડ નં. ૭ માં સાંજે ૬ કલાકે રાષ્ટ્રીય શાળ, વોર્ડ નં. ૧૮ માં રાત્રે ૮ કલાકે સ્નેહ મીલન યોજાશે. જેમાં દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવા મહેશ રાજપૂતે અનુરોધ કર્યો છે.

(4:06 pm IST)