Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

માર્ગ અકસ્માત બાદ માનવ જીંદગી બચાવવા ૧૦૮ એમ્બ્યુલન્સને તાત્કાલીક જાણ કરનાર તથા ટ્રાફિક નિયમોનું પાલન કરનારા લોકોનું આરટીઓ કચેરીમાં સન્માન

રાજકોટ : વાહન વ્યવહાર કમિશ્નરશ્રી ગાંધીનગરના પરિપત્ર અન્વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલી આપવા અને માર્ગ અકસ્માતો માટે જનજાગૃતિ ફેલાવવા માટે World Day Of  Remembrance તરીકે ઉજવવાના કાર્યક્રમનું આયોજન આરટીઓ ડી.એમ.મોજીદ્રાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ તે અન્વયે મોટરીંગ પબ્લીકને ટ્રાફીક નિયમોનું પાલન કરતા લોકોનું સન્માન કરવામાં આવેલ તથા માર્ગ અકસ્માતમાં માનવ જીંદગી બચાવવા જે લોકોએ ઇમરજન્સી સેવા વાહનને (૧૦૮) તાત્કાલીક ફોન કરી જાણ કરેલ તેવા લોકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે માર્ગ અકસ્માત ઘટાવવા દંડ કરતા જરૂરી સમજ કેળવવા આરટીઓશ્રીએ જરૂરી માર્ગદર્શન આપેલ. આ અન્વયે કચેરીના નવનિયુકત એઆરટીઓશ્રી લાઠીયા તથા કુ. વિનિતા યાદવે પ્રસંગોચિત પ્રવચન આપેલ તથા મો.વા.નિ. જે.વી. શાહે માર્ગ અકસ્માતમાં ઇજા પામનારને તાત્કાલીક હોસ્પિટલે પહોંચાડનાર સેવાભાવી વ્યકિતને હેરાનગતિ થતી નથી તે બાબતે સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન બાબતે માર્ગદર્શન આપેલ તેમજ માર્ગ સલામતી અંગે શપથ પણ લેવડાવેલ હતા. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ હતી.

(3:58 pm IST)