Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

વોર્ડ નં.૧૦ના વિવિધ વિસ્તારમાં મેટલીંગ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી જલારામ પ્લોટ-૧ વિસ્તારમાં આવેલ બાલમુકુન્દ પ્લોટ, નવિનનગર, ઉમિયા પાર્ક વગેરે વિસ્તારો પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો  સજજનસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ દોશી તથા ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પ્રદેશ મહિલા કોંગી પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગી અગ્રણીઓ પ્રદિપભાઇ ત્રિવેદી, યુ.વી.સાણજા,  ચતુરભાઇ પીપળીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ અંગે પ્રસંગે પ્રદેશ કોંગી અગ્રણીઓ યોગેશભાઇ પટેલ, અશોકસિંહ વાઘેલા, શહેર મહિલા કોંગી પ્રમુખ મનીષાબાવાળા ફરીયાદ સેલના કન્વિનર આશીષસિંહ વાઢેર, વોર્ડ પ્રમુખ જગદશીભાઇ ડોડીયા, જીતુભાઇ ગોડા, હિતેષભાઇ મહેતા, પત્રકાર મહેશભાઇ શાહ, ધ્રુપદાબા જોજા, શાંતાબેન, રંજનબેન ભુવા, અશ્વિનભાઇ ઝાલાવાડીયા, મનસુખભાઇ વાછાણી, કનુભાઇ ડોબરીયા, હરેશનભાઇ શાહ, જગતસિંહ ચુડાસમા, વિપુલભાઇ ગોડા, ભરતભાઇ પટેલ, હિરેનભાઇ માકડીયા, જયવિજયસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, નરેશભાઇ મારૂ, મુકુંદભાઇ કારીયા, ધમભા પરમાર, કિરણભાઇ ગોહેલ, પ્રશાંતભાઇ સુરાણી, હરસુખભાઇ દેસાઇ, ભાવેશભાઇ પટેલ, અશ્વિનભાઇ સોનારા, પારસભાઇ દોષી, શકિતસિંહ જાડેજા, હિતેષભાઇ નગરીયા, રાજેશભાઇ વડાલીયા, કેતનભાઇ ખાંટ, વિમલભાઇ ભાલોડીયા, વિનોદભાઇ ડઢાણીયા, રાજુભાઇ માકડીયા, અભિજીતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)