Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજકોટમાં ઉપપ્રમુખ, ચાર મહામંત્રી પાંચ પ્રદેશ મંત્રીઓનો કાફલો

સ્થાનિક કક્ષાએ પ્રદેશ કોંગ્રેસની મીટીંગ યોજી શકાય!! : પ્રમુખ તરીકે પ્રદીપ ત્રિવેદી હશે કે મહેશ રાજપૂત?

રાજકોટ, તા. ર૦ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જાહેર થયેલા જમ્બો માળખામાં રાજકોટ જીલ્લાને જબરૂ મહત્વ મળ્યો છે. એક ઉપપ્રમુખ ડો. વસાવડા સહિત ૧૦ મહાનુભાવોનો સમાવેશ કરાયો છે ત્યારે કયારેક ઓચિંતી પ્રદેશ કક્ષાની બેઠક બોલાવવી પડે તો સ્થાનિક કક્ષાએ જ 'કોરમ' પુરૂ થઇ જાય તેવી વ્યંગમાં વાતો થઇ રહી છે. જોકે રાજકોટમાં કોંગ્રેસ વધુ મજબૂત બની શકશે.

રાજકોટ શહેરને જોરદાર પ્રભુત્વ મળ્યું છે. પૂર્વ પ્રદેશ મહામંત્રી ડો. હેમાંગ વસાવડાની અવિરત સક્રિય કામગીરીને લક્ષમાં લઇ હાઇકમાન્ડે તેમને પ્રમોશન આપી ઉપપ્રમુખ બનાવ્યા છે તો ભાજપમાં આંટો મારી આવેલા અશોક ડાંગરને મહામંત્રી, ઓબીસી ડીપાર્ટમેન્ટના ડી.પી. મકવાણા લાયક નેતા જસવંતસિંહ ભટ્ટી તથા દેવેન્દ્ર ધામીને મહામંત્રી બનાવાયા છે.

આ ઉપરાંત ડો. ધરમ કાંબલીયા, ડો. રાજદીપસિંહ જાડેજા, મુકેશ ચાવડા, રહીમ સોરા, મનોજ રાઠોડને મંત્રી બનાવાયા છે હવે જોવાનું એ રહ્યું કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતને રેગ્યુલર પ્રમુખ બનાવાય છે કે જેમનું નામ લગભગ નક્કી જેવું છે તેવા તટસ્થ આગેવાન પ્રદીપ ત્રિવેદીને શહેરનું શુકાન સોંપવામાં આવશે.

(3:56 pm IST)