Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ફેબ્રુઆરીમાં સોરઠીયા રાજપુત સમાજના સમુહલગ્નોત્સવઃ વિનામૂલ્યે આયોજન

કરીયાવરમાં દીકરીઓને ૧૦૦થી વધુ વસ્તુઓ અપાશેઃ વૃક્ષનું છોડ, વ્યસન મુકિતના શપથ લેવડાવાશેઃ ૨૫મીથી ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ,તા.૨૦: પૂ.દેશળભગત, વિરલ વિભુતિ પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકત રાજ પૂ.દેવુભગતની પ્રેરણાથી શ્રી સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન, રાજકોટના પ્રમુખશ્રી વિજયભાઈ ચૌહાણ અને સમુહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી જીતુભાઈ જાદવના માર્ગદર્શનમાં સમુહલગ્ન સમિતિ આયોજીત સોરઠીયા રાજપૂત સમાજનો નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ- ૨૦૧૯ આગામી તા.૨૪ ફેબ્રુઆરી (પૂ.દેવુભગતના જન્મદિવસે)ના રોજ રાજકોટ મુકામે યોજેલ છે.

જેમાં ૨૦થી વધુ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ૧૦૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. નવદંપતિને વૃક્ષનું છોડ અપાશે. જેની જાળવણીની જવાબદારી તેમજ વ્યસન મુકિતના શપથ લેવડાવવામાં આવશે. જે પોતાના ઘર આંગણે લગ્ન હોય તેવી જ રીતે લગ્ન કરાવવામાં આવશે. બહેનો દ્વારા મહેંદી રસમ પણ રાખવામાં આવનાર છે.

આ નિઃશુલ્ક સમુહ લગ્નોત્સવ- ૨૦૧૯ના ફોર્મ તા.૨૫ થી સંસ્થાના કાર્યાલય ૧, દિપક સોસાયટી, ગાંધીગ્રામ ખાતેથી વિતરીત કરવામાં આવશે.

તસ્વીરમાં સર્વેશ્રી જીતુભાઈ જાદવ- પ્રમુખ સમુહલગ્ન સમિતિ, મુંકુદભાઈ રાઠોડ, કાંતીભાઈ ઝાલા, આકાશભાઈ ચૌહાણ, દેવાંગ ડોડીયા, પદ્માબેન ડોડીયા, ઈલાબેન ખેર, સ્વાતીબેન રાઠોડ, હકાભાઈ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:10 pm IST)