Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પીડીયુ સીવીલ હોસ્પિટલમાં ૨૪ સ્ટીલના બાકડા અર્પણ

મુખ્યમંત્રીની ગ્રાન્ટ ઉપયોગી : કોર્પોરેટર મનીષ રાડીયા, જયમીન ઠાકર, દર્શીતાબેન શાહ, સોફીયાબેન દલના પ્રયત્નો સફળ

રાજકોટ તા. ૨૦ : સીવીલ હોસ્પિટલમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી કુલ ૨૪ સ્ટીલના બાંકડા અર્પણ કરવામાં આવેલ છે.

વોર્ડ નં. ૨૦ ના કોર્પોરેટરો મનીષભાઇ રાઠોડ, જયમીનભાઇ ઠાકર, ડો. દર્શીતાબેન શાહ, સોફીયાબેન દલે કરેલ સફળ પ્રયત્નોથી દર્દીઓ અને તેમના સગાઓને હોસ્પિટલ સંકુલમાં બેસવા આરામદાયક સુવિધા ઉભી થઇ શકી છે.

હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતાને આ બાકડા અર્પણ કરાયા હતા. જેમાંથી પોષ્ટમોર્ટમ રૂમ, સુપ્રિ. ઓફીસ, ટ્રોમા સેન્ટર, ગાયનેક વિભાગ, ઓપરેશન થીએટર સહીતના વિભાગોને આ બાકડાની ફાળવણી કરાઇ હતી. તેમ પીડીયુ સીવીલ હોસ્પિટલના કાઉન્સેલર જયંત ઠાકર (મો.૯૮૨૪૮ ૨૬૭૨૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:01 pm IST)