Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજકોટ એસ.ટી.ને કુલ ૮૬ ડ્રાઇવર અને ૨૦૬ કંડકટર ફાળવાયાઃ આજથી ડયુટી સોંપાઇ

મહેકમથી ઘટ પુરીઃ પરીક્રમામાં આજે સતત બીજા દિવસે ૧૨ લાખની આવક

રાજકોટ તા.૨૦: રાજકોટ એસટી ડિવીઝનને કુલ ૧૪૩ ડ્રાઇવર-કંડકટરની મહેકમમાં ઘટ હતી તે પુરાઇ ગયાનું અને આજથી તમામને ડયુટીની સોંપણી થઇ ગયાનું ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જોઠવાએ ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેયુંર્ હતું.

તેમણે જણાવેલ કે નવા ૫૧ તથા અન્ય ડિવીઝનમાંથી થઇને કુલ ૮૬ નવા ડ્રાઇવર ફાળવાયા છે, આ ઉપરાંત ૨૦૬ કંડકટરની પણ ફાળવણી થઇ છે, જે તમામને આજે ડયુટીની સોંપણી કરી દેવાશે.

તેમણે ઉમેર્યું હતું કે બે નવી સફેદ બસ આવી છે, હજુ બીજી ૪ આવશે, જૂનાગઢ-ગીરનાર પરિક્રમામાં રાજકોટ ડિવીઝનને બે દિ'માં ૨૪ લાખની એકસ્ટ્રા આવક બાદ આજે પણ ૧૨ લાખથી વધુની આવકનો અંદાજ હોવાનો નિર્દેશ આપ્યો હતો.

(1:37 pm IST)